________________
વોલ્ટરની વિદાય
૧૪૧ ખુલ્લા દિલથી બેલાવતો, પણ મેં તને કદી આવકાર્યો નથી. એટલે જતા પહેલાં તને મળી લેવાનું મને ખાસ મન હતું.”
પણ મિ. કાર્કર, તમે મારી સાથે કેમ બોલતા નહતા ? મારાથી દૂર રહેવાનો જ પ્રયત્ન કેમ કરતા હતા ? તમારી સાથેના પરિચયથી મને લાભ જ થાત – મારું હિત જ થાત –”
ના ભાઈ ના; મારાથી આ જગતમાં કે આ જીવનમાં કોઈનુંય કશું ભલું થઈ શકે તેમ હોત, તો વોટર, હું તારા માટે જ તેમ કરવા પ્રયત્ન કરત. રોજબરોજ તને દૂરથી જોઈનેય મને કેટલો આનંદ થતો, તેની ખબર, અત્યારે હવે તું જવાનો થયો ત્યારે મને વિશેષ કરીને પડે છે.”
“અંદરની બાજુ આવે, મિકાર્કર, મારા બુદ્ધા કાકાની ઓળખાણ કરાવું. તમારે વિષે મેં તેમને વારંવાર વાત કરી છે, અને મારી ખબર અવારનવાર તમને પહોંચાડતા રહેવાનું તેમને ગમશે. અલબત્ત, આપણી છેવટની વાતચીત અંગે મેં તેમને કશું જ નથી કહ્યું; કોઈને પણ નહીં, એની ખાતરી રાખજે, મિ. કાર્કર.”
બિચારા જુનિયરે ઑલ્ટરનો હાથ ભાવપૂર્વક દાખ્યો. તેની આંખમાં આંસુ ઊભરાઈ આવ્યાં હતાં.
હું જો કદીય તેમની સાથે ઓળખાણ કરીશ, તો તે તારા સમાચાર મને મળે તે માટે જ. તારા સિવાય મારે કોઈ મિત્ર કે સંબંધી નથી; અને બીજા કોઈને હું મારા મિત્ર બનાવતો પણ નથી.”
મિ. કાર્કર, તમે મને ખરેખર તમારા મિત્ર બનાવ્યો હોત, તો કેવું સારું થાત ? તમારી મિત્રતા હંમેશ હું ઈચ્છયા કરતો.”
“ભાઈ તું હંમેશ મારા અંતરને ખરેખર મિત્ર રહ્યો છે. અને મેં જ્યારે તને મારી વધુ નજીક આવતો ટાળ્યો છે, ત્યારે જ મારું અંતર ખરેખર તને સૌથી વધુ ચાહતું હતું તથા તારા પ્રત્યેના ભાવથી જ ભરેલું હતું, એટલું આજે તને કહી દઉં છું. બસ ત્યારે વિદાય, ભલા વૅટર !”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org