________________
૧૩૬
ડી એન્ડ સન સંબંધીનું સ્થાન લેવા દેશો, તથા મારાથી બને તેવી તમારી કંઈ પણ સેવાચાકરી કરવા દેશે, તો હું ખરેખર બહુ આભારી થઈશ.”
સુસાન નિપરે પોતાની નેટના બે છેડામાંથી એક છેડે મેમાં નાખી જોરથી ચાવવા માંડયો.
“હું જ્યારે જ્યારે તમને જોવા આવું, ત્યારે તમે મને આવવા દેજે; તથા તમારે વિષેના તથા વૅટર વિષેના બધા જ સાચા સમાચાર કહી સંભળાવજો. તથા હું ન આવી શકું અને સુસાન આવે તો પણ, તેને જજર વાત, કશું છુપાવ્યા વિના કહી દેજે. અમો બંનેમાં પૂરેપૂરો વિશ્વાસ રાખજે તથા ભરોસો રાખજે. અને અમે બંને જે કઈ તમારી સારસંભાળ લેવા ઇચ્છીએ, તે અમને લેવા . દેજે. બેલ કાકાજી, એટલું તમે કબૂલ રાખો છો કે નહિ ?”
બિચારા કાકા-સેલ ડૂસકું ભરીને બોલી ઊઠયા, “બેટા વોલી, મારા વતી મહેરબાની કરીને જવાબ માટે એકાદ શબ્દ તેમને કહે જોઉં !”
ના, ના, વોલ્ટર ! તમારે એક પણ શબ્દ બોલવાનું નથી. તેમને શું કહેવું છું તે હું સમજી ગઈ છું. તમારી મદદ સિવાય અમે બંનેએ એકબીજા સાથે વાતચીત કરવાનું શીખી લેવું જોઈએ”
સુસાને પહેલો છેડો છેક જ ચવાઈ ગયા હોવાથી બૉનેટનો બીજે છેડે ચાવવાનું શરૂ કર્યું; તથા છતમાંના અજવાળિયા તરફ નજર સ્થિર કરી, આખી વાતચીત પ્રત્યે સંમતિ દર્શાવવા ડોકું હલાવવા માંડયું.
વૉટરે હવે જવાબ આપ્યો, “તમે બતાવેલ મમતા બદલ શી રીતે આભાર માનો એની મને પણ મારા કાકાની જેમ જ કશી સમજ પડતી નથી; અને ધારો કે એ વાતનો એક કલાક સુધી ચાલે તેટલો લાંબે જવાબ આપવાની મારી શક્તિ હોય, તો પણ
તમે જે કર્યું છે, તે તમે જ કરી શકે. એ સિવાય બીજું હું કહી શકું એમ પણ નથી.”
સુસાન નિપરે બેનેટને બીજે છેડો પણ ચાવીને પૂરો કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org