________________
વોટરની વિદાય
૧૩૭ “પણ વોલ્ટર, તમે ચાલ્યા જાઓ તે પહેલાં એક વાત મારે. તમને કહેવી છે. તમારે હવેથી મને ફલૅરન્સ કહીને બોલાવવાની છે; અજાણ્યાની પેઠે મિસ ડેબી કહીને નહિ, સમજ્યા ?”
અજાણ્યાની પેઠે તો હું તમારી સાથે બોલી શકું એમ નથી, એની ખાતરી રાખજે.” વેટરે નિખાલસતાથી જવાબ આપ્યો.
હવે ફૉરન્સ રડી પડી. તેણે કહ્યું, “પણ એટલું પૂરતું નથી, ઑલ્ટર; મારો ભાઈ તમને બહુ યાદ કર્યા કરતો. ભરતા પહેલાં તો તેણે મને કહ્યું હતું કે, “લ્ટરને ભૂલીશ નહિ.” હવે તો એ ચાલ્યો ગયો છે અને મારે બીજું કાઈ રહ્યું નથી, એટલે હવેથી તમારે મારા ભાઈ બનવાનું છે. હવે પછી આપણે એકબીજાથી ગમે તેટલાં દૂર હોઈશું કે વિખૂટાં પડ્યાં હઈશું, તો પણ હું તમને હરહંમેશ યાદ કર્યા કરીશ. મારે તમને આ વાત જ કરવી હતી; પણ મારું દિલ અત્યારે ભરાઈ આવેલું હોવાથી મારાથી તે બરાબર કહી શકાતું નથી.”
અને હવે પોતાના હૃદયની પૂર્ણતા અને મધુર નિર્દોષતા દાખવવાની રીતે તેણે પોતાના બંને હાથ વોલ્ટર તરફ આગળ ધરી દીધા.
લટરે પણ તે બંને હાથ હાથમાં લઈ નીચા નમી, પોતાનું મેં ફલેરન્સના આંસુભર્યા મોં ઉપર ગોઠવી દીધું. ફરન્સ તે વખતે જરાય પાછી ખસી નહિ, કે જરા પણ રતૂમડી બની ગઈ નહિ ? સચ્ચાઈ અને વિશ્વાસભરી નજરે તે વેટરની આંખો સામે જ જોઈ રહી.
ઑલ્ટરના દિલમાંથી પણ તે જ ક્ષણે શંકા કે ક્ષોભની લેશમાત્ર આભા પણ દૂર થઈ ગઈ. તેને લાગ્યું કે, આ નિર્દોષ બાળકી પોતે જે ભ્રાતૃપ્રેમને ઓળખે છે, તેને જ પોતાની સમક્ષ સર્વતોભાવે ધરી રહી છે. અને તે પ્રેમ સ્વીકારવામાં જે કૃતાર્થતા છે, તે બીજા કશામાં નથી !
આ બાળકીના નિર્દોષ ભાવને સંરક્ષ, તેને એવો જ અખંડ રહેવા દે, એ હવેથી જાણે તેનું એકમાત્ર કર્તવ્ય બની જતું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org