________________
વેંકટરની મૂંઝવણે
૧૦૭ આ બધું સીધું સરખું કરી લે, એ જ વિશેષ ઉપયોગી અને જરૂરી છે. જે મિત્ર ડોમ્બી વેટરને સારા હેતુથી જ વેસ્ટ ઈન્ડિઝ મોકલતા હોય, તે તેમને ધન્યવાદ આપી આવવા; અને જે કંઈ ગુસ્સે થઈને મોકલતા હોય, તો તેમનો ગુસ્સો દૂર કરી આપી, તેમના આ પગલાને વોટરના વિશેષ હિતમાં જ વાળી આપવું !
એટલે કેપ્ટન કટલે ઑલ્ટરને કશું કહ્યા વિના, મિ. ડોમ્બીને ત્યાં જઈ પહોંચવાનો નિશ્ચય કર્યો, અને તરત પોતાનાં સારાં કપડાં પહેરી વોટર સાથે જ તે બહાર નીકળ્યા. રસ્તામાં ફૂલવાળી ઊભી હતી, તેની પાસેથી જ્યારે તેમણે એક મોટો પંખા આકારનો ગુચ્છો ખરીદ્યો, ત્યારે વેંટર નવાઈ પામી જોઈ રહ્યો.
ઘર આવતાં કેપ્ટન કટલને પોતાની મૂળ જન મુજબ અંદર મોકલી, વોલ્ટર બહારથી જ પાછો ફરી ગયો. ક્યાં જવું તે નકકી નહોતું; કેપ્ટન કાકા પોતાના કાકા-સોલને બધી વાત કહી લે, ત્યાં સુધી તેણે બહાર ફર્યા કરવાનું હતું. એટલે મિડોમ્બીના ઘર આગળ થઈને તે હેંપસ્ટેડ તરફનાં ખુલ્લાં ખેતર તરફ જવા નીકળ્યો.
અચાનક મિડ ડોમ્બીના ઘર આગળથી પસાર થતાં તેણે એક ઘોડાગાડી આવીને ઊભી રહેતી જોઈ. તેમાંથી દાક્તર જેવું કાઈક ઊતરીને ઘરમાં ગયું, તે પણ તેણે જોયું. વોટરને ચિંતા તો થઈ કે, ઘરમાં એવું તે કેણ માંદું થયું હશે, પણ તે ત્યાં આગળથી ચાલ્યો ગયો.
કેટલેય વખત ખેતરોમાં રખડયા પછી, ઘેર પાછો ફરવાના ઈરાદાથી તે પાછો વળ્યો. અચાનક તેણે એક ઘોડાગાડીને થોડે દૂર જઈને ઠપ દઈને ઊભી રહેતી જોઈ તથા તેમાંથી એક સ્ત્રી જાણે તેને અવાજ દઈ બેલાવવા લાગી. તરત તે કચગાડી પાસે દોડી ગયો. પેલી બાઈ મિસ નિપર હતી. અહીં જણાવી લઈએ કે, મિસ નિપરે
જ્યારથી ઑલ્ટરને જોયો હતો, ત્યારથી તેનો સરળ, ભોળો ચહેરે તેના મનમાં વસી ગયે ! હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org