________________
૧૦૬
ડેબી એન્ડ સન કરતાં સુધરતી જવાને બદલે બગડતી ગઈ છે; અને મને એમ લાગે છે કે, ભૂલ્યાં પડેલાં મિસ ડોમ્બીને મેં ઘર ભેગાં થવામાં મદદ કરી, એ કારણે જ એ લોકો મારા ઉપર ચિડાયા છે. પણ એ વાતની મને કશી પરવા નથી; હું તો મારા રસ્તે ગમે ત્યાંથી કાઢી લઈશ; પરંતુ મારા કાકાને હું તમારા હાથમાં સોંપતો જાઉં છું, એમ માનજો. મિ. ડેસ્મી મારા કાકાના જૂના પરિચિત છે; અને હું વચ્ચે હોવાથી જ મિ. ડોબી કદાચ મારા કાકાને પણ સતાવવા ઈચ્છે. હું જે વચ્ચે નહીં હોઉં, તો કદાચ તેમનો જૂનો સંબંધ જળવાઈ રહેશે, અને ભવિષ્યમાં કદાચ મને જ લાભદાયી નીવડશે. એટલે કેપ્ટનકાકા, તમે આજે આવીને આ સમાચાર, તમને ઠીક લાગે તે રીતે, મારા કાકાને જણું. હું તે દરમ્યાન બહાનું કાઢી બહાર ચાલ્યો જઈશ; અને તમે બધું સમજાવી દીધું હશે ત્યાર પછી જ પાછો ફરીશ.”
પરંતુ કેપ્ટન કટલ પણ આ સમાચારથી ઓછા ડઘાઈ ગયા નહોતા. તેમણે જ વેટરને મિડોબીના ભાવી જમાઈ તરીકે માની લઈકેવી કેવીય ક૯૫નાઓ દોડાવ્યા કરી હતી. તે પોતાનાં આંગળાંના નખ જેરથી કરડવા તથા તોડવા લાગ્યા. જ્યારે તે ખૂબ મૂંઝાય ત્યારે તેમ કરવાની તેમને ટેવ હતી.
વૉટર મિ. ડોબીની નજરે છેક જ ઊતરી ગયો છે, એમ માનવું તેમને માટે અશક્ય જ હતું. એટલે વિચાર કરતાં કરતાં તેમને એમ જ લાગવા માંડયું કે, મિ. ડી વૉલ્ટરને બાર્બીડેઝ મોકલે છે, તે તેને નુકસાન કરવાના હેતુથી નહિ, પણ જલદી જલદી તેને આગળ લાવવાના હેતુથી જ મેકલે છે. અને તે બે જણ વચ્ચે અત્યારે ઈક અણુ-બન જેવું થયું હોય, તો પણ તે માટે બંનેના શુભેચ્છક મિત્રની થોડી દરમ્યાનગીરીની જ જરૂર છે. અને બ્રાઈટન મુકામે પોતે મિડોમ્બી સાથે જે થેડેક વખત ગાળ્યો હતો, તે યાદ લાવી, તેમણે મનમાં નિશ્ચય જ કરી લીધું કે, મિ. ડોમ્બીને જાતે મળી, પોતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org