________________
પિતા-પુત્રી
૧૧૯ વગેરે આંગળી વડે દોરી બતાવીને, પછી તેના ઉપર કાતરવાને લેખ પેન્સિલથી લખી આપ્યો. નામ અને ઉંમર દર્શાવીને નીચે આટલું જ લખાણ મૂકવાનું હતું?
“વહાલું એકમાત્ર સંતાન.”
એ કાગળ લેનારાએ, વાંચ્યા બાદ, જરા સંકોચ સાથે પ્રશ્નાર્થક ચહેરે મિ. ડોમ્બી તરફ જોયું.
મારે તાકીદથી આ લેખ તૈયાર જોઈએ.” મિ. ડેબીએ જણાવ્યું.
“પણુ, સાહેબ, કંઈક ભૂલ થાય છે.” “ભૂલ થાય છે? શી ?”
સાહેબ, એકમાત્ર સંતાન નહિ, પણ “પુત્ર” લખવું જોઈએ.”
મિ. કૅમ્બીને ત્યારે યાદ આવ્યું કે, પોતાને બીજું સંતાન તો છે – ફલૅરન્સ ! તેમણે તરત એ પ્રમાણે લખાણમાં સુધારો કરી આપ્યો.
ઘેર પાછા ફર્યા પછી મિ. ડોમ્બી પોતાના કમરામાં પેસી ગયા. મિસિસ ચિક અને મિસ ટેકસે હવે બાકીનું કામ સંભાળી લીધું. આ ઘરનું બધું કામકાજ શિસ્તબદ્ધ રીતે અને મેટાં ઘરની પ્રણાલી મુજબ ચાલવું જોઈએ. આ ઘરમાં શેક પણ અમુક ઢબે – અમુક હદે જ દર્શાવી શકાય ! તેથી પોતાના નાનકડા ભાઈના શેમાં પૂરતી ફલેરન્સને મિસિસ ચિકે “ડોમ્બી-શિસ્ત” હેઠળ લાવવાનું શરૂ કરી દીધું.
જે દીકરી, તું જ્યારે મારા જેટલી ઉમરે પહોંચીશ –– ” મિસ ટેકસે સહેદયતાથી તરત જ વચ્ચે ઉમેર્યું, “– અને એ ઉમર એટલે કે જીવનની યુવાવસ્થાની પરાકાષ્ટા –”
મિસિસ ચિકે મિસ ટૌકસે બતાવેલા સૌજન્ય બદલ તેને હાથ દબાવી આભાર માન્યો અને પછી ફરન્સને આગળ કહેવા માંડયું –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org