________________
પિતા-પુત્રી
૧૨૫ “હા ! હા ! ખરી વાત! ” ફર્લોરન્સ અચાનક યાદ આવવાથી રાજી થઈને બોલી ઊઠી.
બિચારે ડોમ્બી ! મને પણ તેને તે મિત્ર બહુ યાદ આવતો હતો.” પછી એક મેટું પરાક્રમ કર્યું હોય તેમ ડચકારો વગાડીને તેમણે જણાવ્યું-“સાળાઓ, જે એમ ને એમ માની ગયા ન હોત, તો દશ શિલિંગ ખરચીને પણ હું તે કૂતરે તેમની પાસેથી ચેરાવી લેત! ચોક્કસ હું ચેરાવી જ લાવત વળી ! પણ તેઓએ રાજી થઈને કાઢી આપ્યો. મને લાગે છે કે, બિચારા ડોમ્બીની યાદગીરીમાં તેને રાખવાનું તમને ગમશે. મને ઘણું ગમતું હતું એટલે હું લઈ આવ્યો. અત્યારે પણ તેને અહીં મારી સાથે જ લાવ્યો છું, મારી ગાડીમાં જ છે. હું ખાસ તમારે માટે તેને સાથે લાવ્યો છું. એ લેડિઝ ડગ નથી, એ ખરી વાત; તમે પણ એ જાણો છે. પણ એ વાતની કશી ચિતા નહીં; ખરુંને, મિસ ડોમ્બી !”
અને ખરે જ, એ ઘડીએ, પાઉંડમાં વીસ શિલિંગ જેટલો પણ લેડિઝ ડેગ નહિ એવો એ કૂતરે, એ વાતની સાબિતીમાં મિ. ટ્રસ્ટની ગાડીની બારીમાંથી ડોકિયું બહાર કાઢી જતા-આવતા સૌને પોતાની આકૃતિ અને અવાજનું પારખું આપી રહ્યો હતો.
એ કૂતરો પાળવા માટે સરજાયો જ નહોતો. અને ચોતરફ કેઈ દુશમન હાજર છે, એ જાતની જ વર્તણૂક રાખી તે હરદમ હાંફત તથા ભસતો જ રહેતો હતો. તેનામાં ગુણ” કહેવાય એવી એક ચીજ નહતી, અને અવગુણ કહી શકાય તેવા બધા અંશે હતા. ડો. લિંબરે જ તેને શા માટે પાળ્યો હશે, એ કારણનીય જરા પણ કલ્પના થઈ શકે તેમ નથી. સિવાય કે પિતાને ત્યાં આવતાં નાનાં છોકરાં એ કૂતરાની જેમ પોતાનાથી દૂર વેગળાં રહે, એ પદાર્થપાઠ તેમને આપવો હેય.
પરંતુ, ડો. લિંબરને ત્યાંના છેલ્લા દિવસે માં અચાનક એ કૂતરો જાતિ-સ્વભાવ ભૂલી, પોલ ડોમ્બી તરફ ભાવ રાખતો થયો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org