________________
૧૨૬
ડી એન્ડ સન અને પેલે પણ ત્યાંથી વિદાય થતી વેળા એને સારી રીતે રાખવાની ડો. લિંબરને ભલામણ કરી હતી. એટલે ફૉરન્સને તો મિત્ર ટ્રસ એ કૂતરે પોતાને આપવા માટે લાવ્યા છે, એ જાણું અતિશય આનંદ થયો.
અલબત્ત, ગાડીમાંથી તેને બહાર કાઢી મિ. ટ્રસ જ્યારે તેને ઘરમાં લાવવા લાગ્યા, ત્યારે તેમના હાથમાંથી છૂટી જઈ તેણે તરફ દોડાદોડ અને ભસાભસ કરી મૂકીને જે તરખાટ મચાવ્યો, તે ભલા મિટ્રસ્ટ અને ભલી મિસ ફરન્સ સિવાય ભાગ્યે જ બીજા કોઈને આનંદદાયક લાગે.
છેવટે ફૉરસે તેને પોતાની પાસે લઈ તેના ઉપર વહાલપૂર્વક હાથ ફેરવવા માંડ્યો, અને ડિજિનિસે પણ કોણ જાણે શાથી પહેલી વાર કોઈ અજાણું વ્યક્તિને પિતાની સાથે એટલી છૂટ ચૂપચાપ લેવા દીધી. મિ. સને એ જોઈ ખાસ આનંદ થયો અને એ આનંદ માણવા તે વધુ સમય ત્યાં રોકાઈ પણ પડ્યા હતાપરંતુ અચાનક ડિજિનિસને હવે લાગ્યું કે, મિટૂટ્સ આ સ્થાને અનધિકારપ્રવેશ કરી બેઠા છે; એટલે તેણે કૂદી કૂદીને મિટુર્સ ઉપર તડૂકવાનું શરૂ કર્યું. છેવટે સૌની શાંતિ અર્થે અને મુખ્યત્વે પોતાના ખાસ દરજીએ બર્જેસ એન્ડ કુ. એ તાજેતરમાં જ સીવેલા પોતાના પાટલૂનની સહીસલામતી ખાતર, મિ. સૂટ્સ ત્યાંથી વિદાય થયા. અલબત્ત બારણું બહાર જઈને તે બે કે ત્રણ વખત કશા હેતુથી પાછા આવ્યા. પરંતુ દરેક વખતે ડિજિનિસનો વધુ તીવ્ર પડકાર પામી છેવટે ચાલ્યા ગયા.
એકલી પડતાં જ ફલેરન્સ ડિજિનિસને સંબોધીને કહ્યું, “ડિ! ડિ! મારા નાનકડા ભાઈને તું જેવો ચાહતો, તેમ જ મને ચાહીશ ?” આટલું બેલી રહે તે પહેલાં તો ફલોરન્સની આંખમાંથી મેટાં મોટાં ટીપાં ડિજિનિસના ખાંપા જેવા વાળ ઉપર પડવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org