________________
૧૧૮
ડાબી ઍન્ડ સન લાગ્યો, અને પોતાના હૃદયમાં અત્યાર સુધી ભેગું થયેલું ઝેર કોના ઉપર ઠાલવવું એને જ લાગ શોધવા લાગ્યો. પરંતુ વૈટરને વેસ્ટ ઇડિઝ તરફ ખરેખર “મરવા માટે જ મોકલવામાં આવે છે, એની એને ખાતરી હોવાથી જ, તે થોડી વારમાં શાંત થઈ ગયો.
૧૮
પિતા – પુત્રી
પાલના મૃત્યુને કારણે મિ. ડોમ્બીને ઘરમાં સોપો પડી ગયો છે. નોકરે ઉપર-નીચે આવ-જા કર્યા કરે છે, પરંતુ પિતાનાં પગલાંને સહેજ પણ અવાજ થવા દેતા નથી.
અંધારું થયે મુલાકાતીઓ પણ – બહુ થોડાક – ફેલ્ટ-બૂટ પહેરીને ચુપચાપ આવે છે અને પાછા જાય છે. પછી મોડી રાતે તો નિદ્રાનું સામ્રાજ્ય આખા ઘર ઉપર ફરી વળે છે.
મિ. ડોમ્બીની ઓફિસમાં પણ કામકાજ સ્થગિત થઈ ગયું છે. અલબત્ત, ત્યાં કોઈ બેસી તો રહેતું નથી, પરંતુ કરેક કામ ઢીલમાં પડી ગયું છે. મેનેજર મિ. કાર્કર શકની છાયા માં ઉપર ઓઢેલી રાખવા પ્રયત્ન કરે છે; છતાં તેને રોજ જેનારા પામી જાય છે કે, તે જાણે પોતાના માર્ગમાંથી કોઈ મોટી મુશ્કેલી ચાલી ગઈ હોય એવી આંતરિક નિરાંત અનુભવી રહ્યો છે – વાગોળી રહ્યો છે.
- જે દેવળમાં પેલની હવે પછી જીવંત રહેનારી એકમાત્ર વસ્તુ – તેનું “નામ” પાડવામાં આવ્યું હતું, તે દેવળમાં જ, તેની માતાની કબર સાથે, તેના અવશેષો પણ દાટવામાં આવ્યા.
અંતિમ વિધિ પૂરે થયે, એટલે પૂછવામાં આવ્યું કે કબરના પથ્થર ઉપર શું કોતરવાનું છે? મિ. ડોબીએ પથ્થરનું કદ, આકૃતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org