________________
૧ર૧
પિતા-પુત્રી ને તારા પપ્પાને કશી વધુ વાતચીત નથી થઈ. તો પણ બ્રાઈટનથી સર બાર્નેટ સ્કટલ્સે થોડા દિવસ મનફેર કરાવવા માટે તેને તેડાવી છે; તે બદલ મેં તારા પપાની પરવાનગી માગી હતી, તો તે તેમણે રાજીખુશીથી આપી છે. એટલે તારે થોડા દિવસ ત્યાં જવું છે કે મારી સાથે મારે ત્યાં આવવું છે કે અહીં જ રહેવું છે, તે તું નક્કી કરી લે.”
તો ફઈબા અહીં જ રહીશ; આ ઘરને જાણે બધાં તજી જાય એવું ન થવું જોઈએ. ભાઈનો કમરે છેક જ બંધ રહે એ મને નહિ ગમે...” આટલું બેલતાં બેલતાંમાં તો તે બિચારી ફરી ભાગી પડી.
મિસિસ ચિકને ફલેરન્સની પસંદગી બહુ બેહૂદી લાગી; અને એ વાત સ્પષ્ટ શબ્દોમાં તેને સંભળાવી દેવા છતાં તેમણે શિષ્ટતાની રીતે જણાવ્યું કે, તારે જે કંઈ કરવું હોય તેમાં કોઈ ડખલગીરી કરવા નહિ ઈચ્છે. પછી તેમણે ઉમેર્યું, “તારા પપા તે થોડો વખત મનફેર કરવા ગ્રામવિસ્તાર તરફ જવાના છે. અને મને ખાતરી તથા આશા છે કે, તે જલદી જ અહીંથી ઊપડશે. અલબત્ત, પલના મૃત્યુથી કાગળ-પત્રના કેટલાક ફેરફાર કરી લેવાના હશે, તે માટે જે એક-બે દિવસ રોકાવું પડે તેટલું તે અવશ્ય રોકાશે; પરંતુ જાણીરાખ કે તે ખરા “ બી” છે; તે આ આઘાતને ઝટ પાર કરી જવાની કોશિશ જરૂર કરવાના જ – મને તે વિષે જરાય આશંકા નથી.”
પપાને મદદ થાય – સગવડ થાય, એવું કાંઈ હું કરી શકું, ફઈબા ?”
વાહ દીકરી! ત્યારે અત્યાર સુધી મેં તને શું કહે કહે કર્યું ? તારા પપાએ મને સીધા શબ્દોમાં સંભળાવી દીધું છે, “લુઝા, મારે કાંઈ જ નહિ જોઈ એ; મને એકલે મૂકે એ જ સૌથી સારું છે. જે મને જ એવા શબ્દો સંભળાવી દીધા, તો તને શું બીજું કહેવાના હતા ? માટે ખબરદાર, ભાઈની આગળ તું મેં બતાવવા પણ ન જતી!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org