________________
કૅપ્ટન કટલની કામગીરી
૧૧૫ વખત ચેખે ચેપ્યું મને કહી દે કે, વોલ્ટરને આટલે દૂર મોકલવા પાછળ બીજો કોઈ ભૂંડો વિચાર તો નથી ને ? તથા તમને એ વાતની પ્રથમ ક્યારે ખબર પડી અને શાથી પડી ? ”
કાકાના મનમાં હવે પોતાના હિતની જ ચિંતા છે, એ જાણ્યા પછી વેલ્ટર પણ કેપ્ટન કટલની મદદે આવ્યો, અને તે બંને જણે મળી કાકા સોલને એટલું બધું કહી નાખ્યું કે, છેવટે એ બિચારા બુટ્ટાના મનમાં વેટરના વિયેગની ઊભી થયેલી સંભાવના સમજવા જેટલા હોસ પણ રહ્યા નહીં.
બીજે દિવસે તે મિ. કાર્ટર મેનેજર, વોટરને પેસેજ અને સાથે લઈ જવાનો સરસામાન, તથા “સન ઍન્ડ ઍર” જહાજ પખવાડિયા પછી ક્યા દિવસે ઊપડશે તેની માહિતી વગેરે મોકલી આપ્યાં. એટલે કાકા સેલને પિતાનું દુઃખ ૨ડવાનો સમય જ ન રહ્યો. ઑલ્ટરના જવાની જ તૈયારીઓમાં સૌ પડી ગયા.
દરમિયાન કેપ્ટન કટલને એક નવો તુકકો સૂઝી આવ્યો ? મેનેજર કાર્કરને જ મળીને વૉટરને વેસ્ટ ઇન્ડિઝ મેકલવા પાછળ શે હેતુ છે તે જાણું લેવું અને એ હેતુ ભૂંડે હોય તો તે સુધારી આપવા અને યોગ્ય દિશામાં વાળી આપવા પોતાની ભારે વકતૃત્વશક્તિનો ઉપયોગ કરવો !
એટલે લૅટર જાણે પણ નહિ તે રીતે, એક દિવસ, તે બીજે ગુચ્છો ખરીદી મિડ ડોમ્બીની ઓફિસે જઈ પહોંચ્યા.
કેપ્ટન કટલે મિ. કાર્કર પાસે જઈ પોતાની ઓળખ આપતાં કહ્યું, “તમારી ઑફિસનો વોલી, એ મારા દીકરા જેવું છે, અને તેને અંગે તેના કાકા સોલ તરફથી કંઈક વાત કરવા હું આ છું. મારું નામ તો મિત્ર ડોમ્બીએ કદાચ તમને કહ્યું હશે; કારણ કે બ્રાઇટન મુકામે વૉલરના કાકા સેલને જે નાણાં ધીરવામાં આવ્યાં, એ આખું કામ પાર પાડવામાં પહેલેથી છેવટ સુધી મારે જ હાથ હતો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org