________________
કૅપ્ટન કટલની કામગીરી
૧૧૩ મારા માથા આગળ આ પ્રકાશ શાનો દેખાય છે? મને રસ્તો બતાવતો લાગે છે; હું આ આવ્યો, મમ્મા!”
તરત જ પેલનું પ્રાણપંખેરું તેના દૂબળા શરીર તજીને એ સ્વર્ગીય પ્રકાશની પાછળ પાછળ ઊડી ગયું.
૧૭
કૅપ્ટન કટલની કામગીરી
કન કટલ, બે જુવાનિયાંના હિતમાં પોતે પોતાના મન સાથે ગોઠવેલી ગૂઢ યોજના પાર પાડવા, હાથમાં ગુચ્છો લઈ પિતાની ચાલાકી અને હોશિયારી ઉપર એકલા એકલા આંખ મિચકારીને વારી જતા, મિ. ડોમ્બીને ઘેર આવી પહોંચ્યા. પરંતુ દરવાન પાસેથી જ માસ્ટર પલની ગણાતી આખરી ઘડીઓની વાત સાંભળી, તરત જ પોતાનો ગુચ્છો આખા કુટુંબની શુભેચ્છામાં ત્યાં જ મૂકી દઈ આ આફત સામે કુટુંબ ટટાર ઊભું રહેશે અને તોફાન હેમખેમ પાર કરી જશે એવી આશા પ્રગટ કરી, “બીજે દિવસે ” આવવાનું કહી, ત્યાંથી ચાલતા થયા.
ઑલ્ટર જ્યારે તે રવિવારે સાંજે ઘેર પાછો ફર્યો, ત્યારે પલના મૃત્યુના એવા કારમાં સમાચાર લઈને આવ્યો હતો કે, પોતાના કાકાને કેપ્ટનકાકાએ કશી વાત કરી છે કે નહિ, એ જાણવાની તેને દરકાર જ ન હતી. કેપ્ટન કટલ પરંતુ ત્યાં જ બેઠા હતા, અને વોલ્ટરને જોઈ પોતાના હૂકવાળા હાથ વડે કોણ જાણે શી શી નિશાનીઓ હવામાં કરવા લાગી ગયા.
પરંતુ વેટર જે સમાચાર લાવ્યો હતો, તે સાંભળ્યા પછી, મિ. ડેબી પાસે જવાને વિચાર કેપ્ટન કટલે માંડી જ વાળ્યો.
– ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org