________________
સ્વર્ગીય પ્રકાશની પાછળ!
૧૧૧ એક રાતે પલ પોતાની માતાના વિચારે ચડી ગયો. નીચે દીવાનખાનામાં તેનું ચિત્ર લટકાવેલું હતું તે યાદ કરીને તે વિચારવા લાગ્યો, “જરૂર પપા કરતાં મમ્મા ફલેરન્સને વધુ ચાહતી હશે; નહીં તો તેને છેવટની ઘડી સુધી છાતીએ વળગાડી શા માટે રાખે ? પોતે તો ફલેરનો ભાઈ જ થતો હતો, છતાં ફરન્સને પોતાને ગળે જ વળગાડી રાખવા કેટલું બધું ઈચ્છતો હતો ?” તેણે તરત જ ફલૅરન્સને પૂછયું, “ફલેય, મેં મમ્માને કદી જોઈ હશે ખરી ?”
ના ભાઈ.”
“તો મમ્મા જેવો કેાઈ માયાળુ ચહેરે, હું નાનો બાળક હતો ત્યારે મારા સામું જોઈ રહેતો હતો, એવું કેમ મને યાદ આવ્યા
એ તો ભાઈ તારી જૂની નર્સ રિયાઝ હતી. તે તને બહુ ચાહતી.”
હૈ? તો તે ક્યાં છે ? તે મરી ગઈ છે, કે જીવે છે? મને તું જલદી બતાવ ફૉય, મારે તેને અબઘડી જેવી છે.”
“એ અહીં નથી, ભાઈ પણ કાલે તેને જરૂર બેલાવી મંગાવીશું.”
પેલ આંખ મીચી સૂઈ રહ્યો. થોડી વાર જંપ્યા પછી તે અચાનક જાગે અને બેલ્યો “ફૉય “કાલ” થઈ? મારી જૂની નર્સ આવી ?”
તરત જ કોઈને રિયાઝની શોધમાં દોડાવવામાં આવ્યું. પોલ જ્યારે જાગ્યો, ત્યારે આસપાસ પગલાંને અવાજ સાંભળી, પથારીમાં બેઠો થઈ ગયો. આસપાસ ઊભેલાં સૌને જોઈ તેણે નામ દઈ ઓળખી બતાવ્યાં; પછી તેણે પૂછયું, “આ કોણ છે? આ જ મારી જૂની નર્સ છે ?”
હા, તે તેની જૂની નર્સ જ હતી, તેના સિવાય કોણ ઓરડામાં પેસતાં જ રોધાર આંસુએ રડતાં રડતાં પાસે આવીતેને દૂબળો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org