________________
ડેબી એન્ડ સન મિ. કાર્કર તરત બધું સમજી ગયા. તેમણે આ બાઘાને રમાડી તેની પાસેથી વાતો કઢાવવા ખાતર જ તેને આગળ બોલવા દીધે.
કેપ્ટન કટલે સેલેમન જિસની વિજ્ઞાન વિષયક જાણકારીની વાત કાઢીને વોટર વિષે વાત કાઢી; તેણે ભૂલી પડેલી ફલેરન્સને કેવી રીતે ઘેર આણી હતી, તે વાત કાઢી, અને પછી પૂછયું, “એ છોકરાને વેસ્ટ ઈન્ડિઝ મેકલવામાં આવે છે, તે સારું જ થયું ને?”
વાહ, કેપ્ટન કટલ, તમે પોતે ઘણું વ્યાવહારિક ડહાપણવાળા સમજદાર માણસ છે; તમે તો તરત જોઈ શકશે કે, એને ત્યાં મોકલવામાં આવે છે, તે તેના ભાવિને વધુ ઉજજવળ બનાવવાના શુભ ઇરાદાથી જ મોકલવામાં આવે છે. તેની સમક્ષ આખી દુનિયા હવે પથરાશે.”
ખરેખર, આખી દુનિયાનું ધન અને ઉપરાંતમાં પત્ની પણ નહિ, વારુ !” કેપ્ટન કટલે સમજુ માણસની પેઠે આંખ મિચકારીને કહ્યું.
મિ. કાર્કર “પત્ની શબ્દથી કઈક રોક્યા, પણ મેં મીઠું મધ કરી, બધા દાંત દેખાય તેવું હસીને તેમણે હકારમાં જવાબ આપ્યો.
અને તમે જમૈકાની કેાઈ બુઠ્ઠી છોકરી તેની પત્ની થશે એમ તો નહિ જ માનતા હે, ખરું ને ?” કેપ્ટન કટલે પૂછયું.
“અને તમે કેને મનમાં રાખીને હસો છે, એ હું સમજી ગયો છું.” કેપ્ટન કટલ જ રંગમાં આવી જઈ આગળ બોલ્યા.
મિ. કાર્કરે પિતાની પૂરી બત્રીસી દેખાડતા હાસ્યથી હકાર પુરાવ્યો. કેપ્ટન કટલે વાત આગળ વધારવા માંડી –
એ પત્નીનું નામ “ફ” અક્ષરથી શરૂ થાય છે, ખરું ને, મારા મહેરબાન ?”
મિકાર્કર આ લેકની આકાંક્ષાઓનું વહેણ કઈ બાજુ વહે છે, તે તરત સમજી ગયા. હવે તો કેવળ દાઝના માર્યા, કેપ્ટન કટલને મોંએ એ બધું સાંભળવાના ઇરાદાથી તેમને આગળ બેલવામાં તે મદદ કરવા લાગ્યા. તેમણે વધુ જોરથી હકારમાં હાસ્ય રેલાવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org