________________
૧૦૫
વોટરની મૂંઝવણે રહીને ઊભું કર્યું હોવાથી, તે ચૂકતે થાય એ જોવાની તેની પ્રથમ ફરજ ગણાય, એમ તે બરાબર સમજતો હતો. તથા બીજી એ વાત પણ તે બરાબર સમજી ગયો હતો કે, મિ. ડેબીની કૃપાદૃષ્ટિ થવાને બદલે ખફાદષ્ટિ જ તેની તરફ વધતી જાય છે; અને એમાં વધારે ન કરવો હોય, તો અત્યારે તો બાર્બીડઝ જવાનું સ્વીકારી લેવું, એ જ પોતાના તથા કાકાના હિતમાં હતું.
આ સ્થિતિમાં તેણે એક રવિવારે કેપ્ટન કટલને ઘેર જઈ પહોંચી તેમની જ મદદ અને સલાહ લેવાનો વિચાર કર્યો. તે પ્રમાણે તેમને ઘેર જઈ આખો પ્રસંગ તેમને કહી સંભળાવ્યા બાદ તેણે કહ્યું, “મારા કાકા મને બહુ ચાહે છે. અને અત્યારે મારી શારીરિક સ્થિતિ જેવી છે, તે જોતાં હું બાર્બીડોઝની આબોહવા સામે સફળતાથી ઝૂઝી પણ શકીશ. પરંતુ એક વખત ઇંગ્લેન્ડ છોડ્યા પછી હું ફરીથી મારા કાકાને જોઈ શકીશ, એવી આશા હું હરગિજ રાખી શકતા નથી. ઉપરાંત, મારા કાકાનું જીવન અમુક ટેવોને આધારે નભે જાય છે; એટલે દુકાન જે જપતીમાં ગઈ હોત, તો જેમ તેમના જીવનને ખતરો ઊભો જ થયો હોત, તેમ હું જઈશ, તો પણ એ વસ્તુ તેમના જીવનને ઓછી કારમી નહિ નીવડે. એટલે એમને ગમે તેમ કરીને ઠસાવવું જોઈએ કે, મારે થોડા વખત માટે જ પરદેશ જવાનું છે; તથા અત્યારે એમ પરદેશ જવાનું કબૂલ કરવાથી મને મિ. ડોમ્બીની પેઢીમાં વધુ સારી બઢતી જલદી મળી જશે. જોકે સાચી વાત એથી ઊલટી છે, એવું મને લાગ્યા કરે છે. એટલે આ બધું જૂ હું કહી મારા કાકાને છેતરવાની મારી હિંમત ચાલતી નથી. પરંતુ એમ કર્યા વિના તેમને જીવતા પણ શી રીતે રાખી શકાય, એય મને સમજાતું નથી.”
થોડી વાર ચૂપ રહી, પછી તરત તેણે ઉમેર્યું, “આપણે બધા ગમે તેવી અડબંગ કલ્પનાઓ કર્યા કરીએ છીએ, કેપ્ટનકાકા, પણ હું કબૂલ કરી દઉં છું કે, મિ. ડોમ્બીની પેઢીમાં મારી હાલત પહેલાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org