________________
૧૦૨
ડોમ્બી એન્ડ સન તો પિલને પિતાના સંરક્ષણ હેઠળ રહેલો ખાસ સગીર માનતો, અને વેકેશનમાં તે થોડા દિવસ માટે ઘેર જશે એ વિચારમાત્રથી તેની છાતી ધબકવા લાગતી.
વેકેશન માટે છૂટા પડતા પહેલાં ડેકટર ક્લિંબર પોતાની સંસ્થામાં ખાસ નૃત્યસમારંભ ગોઠવતા; અને તેમાં શહેરની પ્રતિષ્ઠિત વ્યક્તિઓને વારાફરતી નોતરતા. આ વખતે પાર્લમેન્ટ-સભ્ય સર બાર્નેટ સ્કટલ્સ, લેડી સ્કટલ્સ અને માસ્ટર સ્કટલ્સ આ નૃત્યસમારંભનાં માનવંત મહેમાન હતાં.
પરંતુ એ સમારંભ નજીક આવવાને થયે, એટલામાં પલની તબિયત એકદમ બગડવા લાગી. એક દવાવાળો આ સંસ્થામાં કાઈ બીમાર પડે, ત્યારે દવા આપવા આવતો. તેણે પલની સ્થિતિ જોઈને ડોકટર ક્લિંબરને અને મિસિસ ક્લિંબરને જણાવ્યું કે, “પલની સ્થિતિ જોતાં, તેને હવે અભ્યાસના બેજમાંથી થોડા દિવસ મુક્ત કરવો જોઈએ; અને વૅકેશન પણ નજીક આવી રહી છે.”
તરત જ મિસ ક્લિબરને બેલાવી પોલને અભ્યાસ કરાવવામાંથી મુક્તિ આપવાની ખબર આપવામાં આવી. પલ હવે પથારીમાં જ પડી રહેતો અથવા નૃત્યસમારંભ માટે ચાલતી તૈયારીઓ ગુપચુપ જોયા કરતો. ઘરનાં ઘણું લોકો અવારનવાર તેની ખબર કાઢવા આવતાં. પરંતુ ફૉરન્સ જ્યારે આવતી ત્યારે જ પિલને ખાસ શાંતિ થતી. પલની મરજીથી ફલેરન્સ નૃત્યસમારંભમાં પણ હાજર રહેવાની હતી તથા ભાગ લેવાની હતી.
સમારંભને દિવસે ફરન્સ આવી, ત્યારે પેલની સ્થિતિ ઘણું બગડી ગઈ હતી. તેનાથી નૃત્યસમારંભમાં કશો ભાગ લઈ શકાય તેમ તો રહ્યું નહોતું. તેને માટે એ ઓરડામાં એક સેફ ઉપર આડા પડી બધું જેવાની વ્યવસ્થા જ વિચારવામાં આવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org