________________
પોલ વૅકેશનમાં ઘેર આવે છે
૧૦૧ છે, એ જાણે તેમને ઘણું દુઃખ થશે. અમે પણ, એ જ કારણે, તને જેટલો ચાહવા ઈચ્છીએ, તેટલે ચાહી શકતાં નથી.”
નાનકડા પલને આ ઘા મર્મવેધક નીવડ્યો. તે આ સંસ્થામાં સૌને ચાહવા લાગ્યો હતો અને સૌ તેને ચાહે એમ ઈચ્છતો પણ હતો. પોતે રજા ઉપર ઘેર જાય, ત્યારે કોઈ પિતાને યાદ ન કરે, એ વિચાર જ તેનાથી સહન થઈ શકે તેમ ન હતો. ડેકટર બ્લિબરના ઘર પાછળ બાંધી રખાતો કરડકણો કૂતરો ડિયોજિનિસ, જેનાથી તે શરૂઆતમાં બહુ બીતે, તે કૂતરો પણ પોતે જાય ત્યારે પોતાને યાદ કરે, એ ઈચ્છાથી, પોલે તેની સાથે દોસ્તી કરવાનો પ્રયત્ન કયારનો શરૂ કરી દીધું હતો; અને તેનો પ્રેમ ભાવ જીતવામાં તે સફળ પણ નીવડ્યો હતો.
અલબત્ત, પૉલની નબળી તબિયત, તથા તેના કંઈક અનોખાપણને કારણે, આ સંસ્થામાં સૌને પેલને માટે ખાસ કૂણી લાગણી હતી જ.
પેલ અમુક બાબતોમાં આ સંસ્થામાં ખાસ વિશેષતા ભગવતે હતો. જેમ કે, ડોક્ટર ક્લિંબર અને તેમનું કુટુંબ રાતે સૂવા જાય, ત્યારે બીજા સૌ તેમને નમન કરતાં, ત્યારે પેલ પિતાનો નાનકડો હાથ લાંબો કરી, હિંમતપૂર્વક ડોકટરનો હાથ પકડી શેક-હેન્ડ કરતો. કઈ છોકરાને કડક સજા થવાની હોય, અને ડોકટર ક્લિંબર પાસે તે સજા હળવી કરાવવા કહેવા જવાનું હોય, તો તે પલનું જ કામ. નોકર-ચાકરથી કાચનું કે ચીની વાસણ ફૂટયું હોય, તો પણ પોલની મદદ લેવાનો વિચાર તે કરે. બટલર આ ઘરનો બહુ કડક માણસ ગણાતો, પરંતુ એવી કિવદંતી ચાલતી હતી કે, પલના પીણુમાં તે ખાસ મિશ્રણ કરી, તેનું પીણું વધુ સારું બનાવતો.
મિત્ર ફડરના કમરામાં છૂટથી જવા-આવવાની પેલને સદર પરવાનગી હતી; અને બેએક વખત પલ વડા નિશાળિયા ને તેમના કમરામાંથી છૂપી રીતે સિગાર ફેંકવા જતાં બેહોશ બનવા આવેલી દશામાં બહાર ખુલ્લી હવામાં ખેંચી લાવ્યો હતો. ટ્રસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org