________________
૧૦૦
ડી એન્ડ સન મિસિસ પિપચિને મને કશા સામા પ્રશ્નો ન પૂછવા તાકીદ કરેલી છે.”
“જે, ડોમ્બી, આ સંસ્થામાં મિસિસ પિપચિને શું કહ્યું છે ને નથી કહ્યું, એ વાત કરવી નહિ. આ સંસ્થા જુદા જ સિદ્ધાંત ઉપર ચાલે છે અને કેળવણીની સંસ્થા છે; ત્યારે મિસિસ પિપચિન તે માત્ર છોકરાં સાચવવા રાખે છે. હવેથી જે એમનું નામ કે એમની પદ્ધતિનું નામ અહીં ફરીથી દીધું, તો કેટલાંય લૅટિન પાનાં રાતોરાત ગોખી લાવવાની સજા તને ફરમાવીશ.”
મારે ઇરાદો એવો નહોતો, મેડમ...”
“ઇરાદો નહોતો અને છતાં બેલાયું, એવી એવી વાતો મારી આગળ ન કરવી. જે, આ કાગળમાં તારા ચારિત્રનું પૃથક્કરણ છે. પૃથક્કરણ એટલે મૂળ ઘટક તત્ત્વમાં કરેલું વિશ્લેષણ. જે હું તને તારું વિશ્લેષણ વાંચી સંભળાવું – “કુદરતી શક્તિ ઘણી સારી; તે જ પ્રમાણમાં ભણવાની વૃત્તિ પણ ગણવી. અમારું અહીંનું સર્વોચ્ચ ધારણ આઠ અંકથી ગણાય છે. એ હિસાબે આ બે ગુણ ડબ્બીમાં છું જેટલા છે. હિંસક વૃત્તિ ૨ અંક, સ્વાર્થીપણું ૨ અંક, હલકી સોબત માટેની વૃત્તિ (ગ્લબ નામના નોકરને લક્ષમાં રાખીએ તો) શરૂઆતમાં ૭, પણ હવે ઓછી થઈ છે; સદગૃહસ્થાઈ ૪ અંક છે, અને વરસ વધતાં વધતી જાય છે. હવે આ પૃથકકરણને અંતે કરવી સામાન્ય નોંધ જે– “તેની શક્તિઓ અને વૃત્તિઓ સારી છે, અને સંજોગો હેઠળ થઈ શકે તેટલી પ્રગતિ તેણે સાધી છે. પણ દુઃખની વાત છે કે, ચારિત્ર અને વર્તનની બાબતમાં તે જરા જુનવાણી છે અર્થાત તેની ઉંમર અને સામાજિક સ્થિતિના બીજા જુવાન છોકરાઓની સરખામણીમાં ઘણે જુદે પડી જાય છે.” સમજ્યો, ડોમ્બી ?”
હા, હા, હું બીજા છોકરાઓથી જુદો પડતો હોઈશ, મેડમ.”
“આ અહેવાલ તારા પિતાશ્રીને મોકલવા માટે તૈયાર કરેલ છે, અને તારાં વર્તન અને ચારિત્ર્યની બાબતમાં તું સૌથી જુદો પડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org