________________
૯૮
ડી એન્ડ સન તમને વિશેષ યાદ રહેશે, એમ હું માનું છું.” મિ. કાર્કર-મેનેજરે વોલ્ટરને પરખાવ્યું.
વટર હવે કમરાની બહાર નીકળ્યો; પરંતુ બંને ભાઈઓની વચ્ચે વાતચીત ફરીથી શરૂ થયેલી સાંભળી તથા પોતાનું નામ એમાં આવેલું જેઈ, તે ઊભો રહ્યો.
જોન કાર્કર-જુનિયર બેલતો હતો – “જુઓ ભાઈ, આ છોકરાને જ્યારથી મેં પહેલવહેલો જોયો, ત્યારથી તેનામાં મેં મારો બીજો અવતાર જોયો છે. અને મારા જેવી તેની વલે ન થાય, એ માટે હું હંમેશાં પરમાત્માની પ્રાર્થના કર્યા કરું છું.” “એમ? તમે એથી શું કહેવા માગે છે, વારુ?”
અહીં દાખલ થયો, ત્યારે એના જેવો જ ઉમંગી ઉત્સાહી જુવાનિયો હતો. એટલે તે મારા જેવી ભૂલ ન કરી બેસે, એ માટે મારે તેને ચેતવે છે. પણ હું એની સાથે વાત પણ કરવા ઊભો રહેતો નથી; મને ડર લાગે છે કે, કદાચ મારી હૂંડી વલેને તેને ચેપ લાગી જશે.”
પણ પોતાના ભાઈને આ દરમિયાન કાગળિયાં ઉથામવા તરફ જ વળેલા જોઈ કાર્કર-જુનિયર ધીમે પગલે બહાર નીકળે.
તરત જ વૉટરે તેમનો હાથ પકડી લીધો અને કહ્યું, “મિ. કાર્કર, હું તમારો આભાર માનું છું. પણ મારે કારણે તમારે આવું કઠોર સાંભળવું પડયું, એ જાણું મને પારાવાર દુઃખ થાય છે. કારણ કે, હું તો તમને આ પેઢીમાં મારા એકમાત્ર સંરક્ષક અને વાલી ગણું છું.”
સામે જ મિત્ર મોર્ફિનની એારડી ઉઘાડી પડી હતી. મિ. કાર્કરજુનિયર તરત વોલ્ટરને તેમાં ખેંચી ગયા. તેમણે લાગણીથી ભરાઈ આવેલ કંઠે વોલ્ટરના ખભા ઉપર હાથ મૂકીને કહ્યું, “વેલ્ટર, હું તારાથી ઘણે દૂર છું; અને દૂર જ રહું એ સારું છે. હું કોણ છું તે તું જાણતો. નથી. મારી એકવીસ વર્ષની ઉંમરે એ બધું બન્યું હતું – મેં તે લોકોને ખૂબ લૂંટયા. પણ બાવીસમું વર્ષ બેસે તે પહેલાં તો બધું પકડાઈ ગયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org