________________
દેશનિકાલની સજા “હા, હા, તમે મિટાવી શકે અને મિટા એમ જ હું ઈચ્છું છું.”
* બિચારો ઑલ્ટર આ વાતચીત દરમ્યાન બંને ભાઈઓનાં માં તરફ વારાફરતી જેતે ચૂપ ઊભો હતો. તે હવે મેનેજર કાકરને સંબોધીને બે , “મિત્ર કાકર, આ તો મારી જ ભૂલ છે કે, હું જરૂર વગર મિકાર્કર-જુનિયરનું નામ જ્યાં ત્યાં લાવ્યા કરું છું. તમે મને એમનું નામ ન દેવાનો સ્પષ્ટ હુકમ કરેલો છે, એ હું જાણું છું. મારાથી બેધ્યાનમાં એમનું નામ લેવાઈ જાય છે, બાકી એ લેવાન- લેવા અંગે કોઈ દિવસ તેમની સાથે કશી વાત મારે નથી થઈ. અલબત્ત, હું આ ઓફિસે જોડાયો ત્યારથી મને તેમને વિષે બહુ વિચાર આવ્યા કરતા હોવાથી, તેમનું નામ મારાથી અજાણતાં લેવાઈ જાય છે, એ વાત ખરી. એ મિત્રહીન ભાગી પડેલા માણસ છે, એમ હું જોઉં છું; અને તેથી મને તેમના પ્રત્યે બહુ લાગણી થઈ આવે છે, એ હું કબૂલ કરું છું. જોકે, તેમણે તો મારાથી દૂર રહેવા જ પ્રયત્ન કર્યો કર્યો છે, અને તેમની દોસ્તી મેળવવા સફળ નથી થઈ શક્યો, એનું મને કાયમનું દુઃખ રહે છે.”
અને જુએ, મિ. જોન કાર્કરનું નામ લેકાના ધ્યાન ઉપર પરાણે લાવ્યા કરવાથી, તેમના પ્રત્યે કશી મિત્રતા દાખવી નહિ ગણાય, એ વાત સૌ કરતાં એ જ વધુ જાણે છે; પૂછી જુઓ એમને પિતાને જ !” મિ. કાર્કર-મેનેજરે કહ્યું.
“ખરી વાત છે; મારું નામ દીધાથી ઊલટું આવી કડવી વાતો જ સાંભળવા મળવાની. એટલે, મને જે ભૂલી જઈ શકે, તે જ મારે મિત્ર છે, એમ હું માનું.” મિ. કાર્કર-જુનિયરે દુઃખી અવાજે ધીમેથી કહ્યું.
“અનુભવે મારે કહેવું પડે છે કે, તમારી સ્મૃતિશક્તિ બહુ નબળી છે; મેં તમને વરંવાર કહેલું તે તમને જરાય ઉપયોગી નીવડયું નથી; એટલે હવે આજે આમને પોતાને એ તમે જે સાંભળ્યું, એ
ડ–૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org