________________
૯૨
ડેબી ઍન્ડ સન મિ. મેફિન બહુ ભલો માણસ હતો; તેને મિ. કાર્કરની ઊંચી કક્ષાની જરાય અદેખાઈ ન હતી; ઊલટું, મિડોમ્બી જેવા પ્રતાપી સૂર્યની અને પોતાની વચ્ચે મિ. કાર્કર હતા, એ વસ્તુ તેને વધુ આશ્વાસનદાયક લાગતી હતી. તેને સંગીતનો શોખ હતો, અને ઓફિસના કામકાજ પછી તેને બીજો એકમાત્ર વ્યાસંગ સંગીત-ક્લબોમાં જવાનો અને વાયોલિન વગાડવાનો હતો.
મિ. કાર્કરની ઉંમર આડત્રીસ કે ચાલીસ વર્ષની લગોલગ હતી. મિ. ડબ્બી સાથે તે પૂરી સ્વસ્થતાથી વાત કરી શકતો. મિ. ડોમ્બી અને પોતાની વચ્ચેના અંતરનું તેનું ભાન એટલું તીવ્ર હતું કે, કામકાજ વખતે તે પૂરેપૂરું બતાવવું શક્ય ન રહેવાથી, તેણે એ વિષેનો પ્રયન જ છેડી દીધો હતો.
મેનેજર કાર્કરને બે ત્રણ વર્ષ મોટો ભાઈ પણ ઑફિસમાં હતો. તે જુનિયર-કાર્લર તરીકે ઓળખાતા. અને ઑલ્ટરને તેની સાથે જ પિછાન હતી. જુનિયર-કાર્લર ઓફિસના કર્મચારીઓની નિસરણીના છેક છેલ્લે પગથિયે હતો.
આજે મિ. ડોબીએ પોતાની ઓફિસમાં પ્રવેશતાં જ મૅનેજર કાર્કરને પૂછયું, “કેમ છો કાર્કર ? આજે મારે માટે તમે શું કામકાજ તૈયાર કરી રાખ્યું છે ?”
આજે આપને તકલીફ આપવી પડે એવું કાંઈ કામ નથી, સિવાય કે ત્રણેક વાગ્યે આપે એક કમિટીમાં હાજરી આપવાની છે.”
અને બીજી કમિટી પણ ચાર વાગે છે” મિ. ડેખીએ ઉમેર્યું.
વાહ, આપ કશું ભૂલે, એ વાતમાં માલ નથી. અને માસ્ટર પલ પણ જો આપના જેટલી જ તીવ્ર સ્મૃતિ-શક્તિવાળા નીવડયા, તે તે અમારા સૌનું આવી બન્યું જાણવું ! આપ એકલા જ પૂરતા છે.”
ફિન આવ્યા છે કે ? ” “હા જી; કંઈક સંગીતની તુકે ગણગણતા હશે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org