________________
૧૩ દેશનિકાલની સજા
૦ ડોલ્બી પોતાની ઓફિસમાં દાખલ થતા કે, તરત બધે જ એક પ્રકારનો સન્નાટ વ્યાપી જતો. તેમના કમરાનો તહેનાતદાર પર્ચ મિ. ડેામ્બીને આવતા જુએ કે આવવાના થયા છે એવું તેને લાગે – અને મિત્ર ડેસ્બી આવવાના થાય ત્યારે તેને અગાઉથી અચૂક આભાસ થતો,-- કે તરત એ તેમના કમરામાં જઈને દેવતા સંકારે, નવા કાલસા પૂરે, છાપાની ઠંડી ઉરાડવા તેને અંગીઠી આગળના સળિયા ઉપર ખુલું કરે, ખુરશી તૈયાર કરે, પડદો તેની જગાએ ગોઠવી દે, અને જેવા મિત્ર ડાબી દાખલ થાય કે તરત જ તેમને વિરાટ અને ટપો હાથમાં લઈ લેવા તૈયાર ઊભો રહે. પછી તે બધું તેમને ઠેકાણે લટકાવી દઈ છાપાને અંગીઠી ઉપર ધરી, તેની પાછી ગડી કરી, તેમના ટેબલ ઉપર મૂકી દે. આ બધું તે એટલી નમ્રતાથી તથા ભાવથી કરે, કે જાણે કોઈ ભક્ત પરમાત્માની તહેનાત ભરત હોય.
મિ. ડોમ્બી એક વાર પોતાની ઓફિસમાં પેઠા કે પછી બહારની દુનિયા તેમની સાથે વ્યવહાર બે માણસ મારફતે જ કરી શકે : એક તો મેનેજર મિ. કાર્કર, જેમની ઓફિસ સુલતાનના વજીરની પેઠે મિ. ડોમ્બીના કમરાની તરત પાસે જ હતી; અને બીજા મિ. મેફિન, જેમની કક્ષા જરા નીચેની હોઈ, તેમની કચેરી કારકુનોની વધુ નજીક હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org