________________
મિસિસ હવાપાણી મળવા આવવાની
નવી નિશાળ પરંતુ, પહેલે દિવસે પલના મગજમાં એ બધું કેમે કર્યું પેસી શક્યું જ નહિ. મિસ ગ્લિંબર તેના મગજની જડતા જોઈને આભી થઈ ગઈ.
પૌલે તેને આશ્વાસન આપતાં જણાવ્યું કે, “તમે ઉતાવળ કરવાને બદલે, બુટ્ટા ગ્લબને થોડી થોડી વાર રોજ મારી પાસે આવવા દેશે, તો હું ધીમે ધીમે બધું બરાબર યાદ કરતે થઈ જઈશ.”
પણ મિસ ગ્લિંબરે તે, ગ્લબ-ફલબની વાતો છોડી, મહેનત કરવાનો જ પલને આગ્રહ કર્યો.
ભજન સુધીમાં પલે થેડી પ્રગતિ બતાવી, એટલે રાત્રે સૂતા પહેલાં બધું પૂરું કરી નાખવાને તેને વધુ તીવ્રતાથી આગ્રહ થ.
શનિવારે પલને મળવા આવવાની ફરન્સને છૂટ હતી. અને તે ગમે તેવાં હવાપાણ હોય છતાં અચૂક પલને મળવા આવતી જ. મિસિસ વિકામને હવે શહેરમાં બેલાવી લેવામાં આવી હતી અને મિસ નિપરને ફલેરન્સની તહેનાતમાં બ્રાઇટન લાવવામાં આવી હતી.
એક રવિવારે રાતે ફૉરન્સ પોલને ડૉ. ક્લિંબરને ઘેર મૂકી આવીને મિસ નિપર સાથે મિસિસ પિપચિનને ત્યાં પાછી આવી, ત્યારે તેણે ખીસામાંથી એક કાગળ કાઢયો અને નિપરને કહ્યું, “જે, આ બધી ચેપડીઓ પૌલને ભણવાની છે; હું તેમનાં નામ લખી લાવી છું. તું ભલી થઈને એ ચોપડીઓ બજારમાંથી ખરીદી લાવ.”
વાહ, મિસ ફૉય, તમારી પાસે આટલી બધી ચોપડીઓ ભણવાની તો છે, અને હજુ વધારે થથાં તમારે શું કરવાં છે, વારુ ? મિસિસ પિપચિનના માથામાં મારવાં હોય, તો જરૂર ગાડું ભરીને લઈ આવું.” મિસ નિપરને મિસિસ પિપચિન સાથે બિયાબારું જ ચાલ્યા કરતું.
અરે, તું સમજતી નથી; મને લાગે છે કે, હું જે એ બધું વાંચીને પેલને સમજાવું, તો તે જલદી સમજી શકશે, અને તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org