________________
૮૮
ડેબી એન્ડ સન તરત જ પલ માટે ચોપડીઓ નક્કી કરી દેવામાં આવી અને રોજના અભ્યાસનો કમ નકકી કરી દેવામાં આવ્યો.
પલને રહેવાનું જે કમરામાં નક્કી કરવામાં આવ્યું, તેમાં બ્રિગ્સ અને ટોઝર નામના વિદ્યાર્થીઓ પહેલેથી રહેતા હતા.
પેલ તે કમરામાં આવ્યો, ત્યારે બ્રિઝ અને ટેઝર પોતપિતાનું લેસન કરતા હતા. બ્રિઝ ફરિયાદ કરવા લાગ્યો કે, તેનું માથું હવે જરાય નભે તેવું રહ્યું નથી, છતાં લેસન પૂરું થાય નહિ તો તેને સૂવાનું નથી. ટેઝરે પેલ સામે જોઈને કહ્યું, “તારી પણ કાલથી એવી જ વલે થવાની છે.” સૂતા પછી પેલને મોડી રાત સુધી ઊંઘ ન આવી. તેણે બ્રિઝ અને ટોઝરને ઊંઘમાં કંઈક ને કંઈક ગ્રીક અને લેટિનનાં રૂપો કે શબ્દ બોલતા–બબડતા સાંભળ્યા કર્યા.
મોડી રાતે પલને ઊંઘ આવી, ત્યારે તે ફલેન્સ સાથે કોઈ સુંદર બગીચામાં ફરતો હતો. અને ફૉરન્સ તેને મીઠાં ગીત ગાઈ સંભળાવતી હતી.
સવારના બ્રિઝ જ્યારે ઊડ્યો, ત્યારે તેને આંખે જેવું જ કાંઈ રહ્યું ન હતું. રાતની કાચી ઊંઘ, ચિંતા અને ઉગને કારણે તેનું મોં ફૂલી ગયું હતું. અને ટોઝરને તો લગભગ ટાઢ જ ચડી હતી, અને તે ખૂબ ધ્રૂજતો હતો.
પહેલે જ દિવસે મિસ ક્લિંબરે પલને ચેપડીઓના કડાથી લાદી દીધો. અને તેને થોડું અંગ્રેજી, થોડું લેટિન –– વસ્તુઓનાં નામ, રૂપાખ્યાનો, નિયમો વગેરે સાથે કકકો લખવા જેટલું, પ્રાચીન ઇતિહાસ, માપ અને વજનનાં કાષ્ઠક, અને થોડુંક સામાન્ય જ્ઞાન આપી દીધાં. તે બધું બીજે દિવસે તેણે ગોખીને તૈયાર કરી લાવવાનું હતું. “જે દિવસે નકામાં ગાળ્યા છે, તે બધાની ખાટ હવે કડક પરિશ્રમથી ભરપાઈ કરી લેવી જોઈએ,’ એ વાકય જ મિસ બ્લેિબર પેલને વારંવાર સંભળાવ્યા કરતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org