________________
ડબ્બી એન્ડ સન તેના હાથ મિ. ડોમ્બીના ગળે ભેરવી દેવા દેડવા જ જતી હતી, પણ મિ. ડોમ્બીનું ઘુરકાટભર્યું ગંભીર માં જોઈ તે છળીને એક ડગલું પાછી ખસી ગઈ
૩ બીજે દિવસે બપોર સુધીમાં કાકા-સેલના ઘરમાંથી લેણદાર – જપ્તીદાર રવાના કરી શકાય, તે બદલ વોટરને ખૂબ આનંદ થયો. પરંતુ એ બધું પત્યા પછી, સાંજના જ્યારે તે કાકા-સેલ અને કેપ્ટન કટલ સાથે બેઠો હતો, ત્યારે, પોતાના કાકાને ફરી દુકાન બાબત ઉત્સાહમાં આવેલા જોઈ તે એક બાજુ રાજી થતો ગયો, તેમ બીજી બાજુ, તેના અંતરને એક ઊંડી વેદના કેરી ખાવા લાગી. એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે, મિ. ડબ્બી પ્રત્યે તથા ફલેરન્સ પ્રત્યે જે ભાવ તે અત્યાર સુધી રાખત આવ્યો હતો, તે બધું હવે કાયમને માટે ખતમ થતું હતું, હવે તે એ લોકોને દેવાદાર બની એટલે નીચે ઊતરી ગયો હતો કે, ફલેરન્સના કેવળ એક સ્મિતની આશા રાખવી, એ પણ તેને માટે અશકય બની ગયું હતું.
જેકે, કેપ્ટન કટલ તો જુદા જ ખ્યાલમાં તણાતા હતાઃ ફલેરન્સને વોટરના દુઃખથી દુઃખી થયેલી તેમણે પોતાની નજરે જોઈ હતી, અને વિટિટનની કવિતા જેથી તેમને મોઢે આવવા લાગી હતી !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org