________________
નવી નિશાળ - ડેકટર બ્લિબરના આસિસ્ટંટનું નામ મિફીડર હતું. તે એક માનવ વાજિંત્ર જ હતું, અને તેનામાંથી હંમેશાં અમુક નિયત સુરે એક જ કામે નીકળ્યા કરતા. તેને દરેક પાઠ એક જ ક્રમે, એકધારે, જે ને તે, વરસોથી વિદ્યાર્થીઓની દરેક ટુકડી દીઠ ચાલ્યો આવતો.
ડોકટર બ્લિબરને ત્યાં છોકરાઓને પથ્થરિયા ક્રિયાપદ, શબ્દો, અવ્યો અને તેમનાં રૂપાખ્યાનનું ગેખણ એકધારું એવું ચલાવ્યા ' કરવું પડતું કે, બિચારાઓ ઊંઘમાં પણ એને જ ટુકડા લવ્યા કરતા. આ સંસ્થાનાં ચક્રો એવી રીતે ગોઠવવામાં આવ્યાં હતાં કે, એક વખત તેમની સાથે વિદ્યાર્થીને જોતરવામાં આવ્યો એટલે ત્રણ અઠવાડિયામાં તેનું બધું જીવરાપણું નાબૂદ થઈ જાય; અને ત્રણ મહિનામાં તો દુનિયાભરની ચિતાએ તેના માથા ઉપર આવીને સવાર થઈ બેસે. ચાર મહિનામાં તો તે પોતાનાં મા-બાપ કે વાલીઓને ધિકારતો બની જાય; પાંચ મહિનામાં તે આખા જગતને ધિક્કારતા બની રહે; છ મહિનામાં જમીનની અંદર ચિરશાંતિ ઝંખતો બની જાય; અને જે પહેલા બાર મહિના તે પૂરા કરી રહે, તો પછી કાયમને માટે એમ માનતો થઈ જાય કે, કવિઓની કલ્પનાઓ તથા પ્રાચીન મહાપુરુષોના ઉપદેશે માત્ર શબદો અને તેમનું વ્યાકરણ શીખવા માટે જ રચાયેલાં છે, અને તેમનો બીજે કશો અર્થ કે ઉપગ જ નથી !
આવી આ સંસ્થાનાં પગથિયાં ચડીને નાનકડો પલ પિતાને હાથ પકડી એક દિવસ અંદર આવ્યો. તે હવે પગે ચાલતો – પગભર થયો હતો, એટલે તેની એ અલ્પ જીવનશકિતને ડોકટર બ્લિબરની આકરી સરાણુને બલિદાન તરીકે ચડાવવાનું આવશ્યક બન્યું હતું !
મિસિસ પિપચિન એની પાછળ, વધસ્થાને લઈ જવાતા બેકડાની પાછળના ચોકીદારની જેમ, અકકડપણે ગંભીરતાથી ઊભાં રહ્યાં.
ડેકટર બ્લિબરે પલના ઉપર નજર કરી. તેમને એ છોકરાના સૂકા-ફીકા ચહેરા ઉપરથી તેની શક્તિ કે લાગણીઓ વાંચવાની આંખો જ ન હતી. તેમને તે પલમાં પોતાના કારખાનામાં તૈયાર કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org