________________
નવી નિશાળ સંસ્થામાં પેલને મૂકીએ, તો તેને તેની બહેનથી છૂટા પાડવાનું થાય, એ બાબતમાં તમે—”
છ છ ! એ છોકરીને ભાઈથી છૂટી પડવાનું ન ગમે, તો તેને ગળે ઉતારવું પડે. પલને ભવિષ્યમાં જે ભાગ ભજવવાનો છે, એ જ આપણે તો નજર સામે રાખવો જોઈએ – ફરન્સને શું ગમે કે શું ન ગમે, એ નહિ.”
ત્યાર પછી જે વાતચીત તે બંને જણ વચ્ચે ચાલી, તેને અંતે એમ નક્કી થયું કે, પોલને ડેકટર લિંબરને ત્યાં દાખલ કરવો, અને ફૉરન્સને મિસિસ પિપચિન પાસે જ પડોશમાં રાખવી. તે તેના ભાઈને શનિવારે એક વાર મળી શકે એવી છૂટ રાખવી, એટલે ધીમે ધીમે ભાઈ બહેનને છૂટા પડવાનું કઠે પડી જશે.
મિ. ડોમ્બીએ છેવટે ઉમેર્યું કે, “ પોલને ડોકટર ક્લિંબરને ત્યાં મૂકવામાં આવે, તો પણ તમારા હાથમાં જ તેના સામાન્ય નિરીક્ષક અને સુપ્રીટેટનું કામ રહેશે અને તે બદલ તમને યોગ્ય વળતર આપવામાં આવશે.”
ડોકટર ક્લિંબરની સંસ્થા એટલે વિદ્યાર્થીઓનાં મગજમાં વિદ્યા ઠાંસવાનું એક કારખાનું. તેનાં યંત્રો સતત કામ કર્યા કરતાં. ડોકટર માત્ર દશ જ વિદ્યાર્થીઓ એકી સાથે ભરતી કરતા. જોકે, તેમના પિતામાં તો સો સો છોકરાઓમાં ઠાંસી શકાય તેટલું જ્ઞાન અને તે ઠાંસવાની શક્તિ મેજૂદ છે, એમ તે માનતા. પરંતુ એાછા વિદ્યાર્થી અને આકરી ફી રાખવી, એ સંસ્થાની નામના અને ખ્યાતિ માટે આવશ્યક ગણાય; એટલે ડૉકટર ક્લિંબર એ નિયમનું ચીવટથી પાલન કરતા.
ડોકટર લિંબરની તાલીમની પ્રક્રિયા હેઠળ છોકરાઓની શીગે સમય પહેલાં ફાટી જતી. બધો પાક ત્યાં સમય પહેલાં જ લેવામાં આવતો અને એને જ સંસ્થાની વિશેષતા માનવામાં આવતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org