________________
ડી એન્ડ સન એ વાત મેકૂફ રાખ્યા કર્યા હતી. હવે તેની તબિયત બાબત તમને મનમાં કશો સંદેશો તો નથી ને ?”
બ્રાઈટનનાં હવાપાણું તેને બહુ ફાયદાકર નીવડ્યાં છે, એ વાત હું જરાય અંદેશા વગર કહી શકું છું, સાહેબ.”
મને પણ, તેથી કરીને, તેના આગળના અભ્યાસ માટે તેને બ્રાઇટનમાં જ કોઈ સારી સંસ્થામાં રાખવાનો વિચાર આવે છે. તે હવે છ વર્ષને થો; અને તેની તબિયતને કારણે તેના ઉપર અભ્યાસની બાબતનું ભારણ અત્યાર સુધી આપણે નથી લાવું. પરંતુ છ વર્ષનાં બીજાં છોકરાંનું શિક્ષણ તો કયારનું શરૂ થઈ જાય છે. પલને થોડાં વર્ષ બાદ મારા ધંધામાં તેમ જ સમાજમાં ઊંચા સ્થાને ગોઠવાવાનું છે; એટલે તેની કેળવણીની બાબતમાં આપણે કંઈક વિચારી રાખવું જોઈએ. મને ડોકટર ક્લિંબરની જાણીતી સંસ્થા સૂચવવામાં આવી છે. તમારે તે બાબત છે અભિપ્રાય છે ?”
ઓહ, એ તો મારા પડોશી જ છે. તેમની સંસ્થા બહુ વખણાય છે તેને કાર્યક્રમ બહુ કડક હોય છે, અને સવારથી સાંજ સુધી ત્યાં ભણતર સિવાય બીજું કંઈ ચાલતું જ નથી.”
ઉપરાંત, તે સંસ્થાની ફી પણ બહુ મોટી છે. મેં ડોકટર ન્ડિંબર સાથે પત્રવ્યવહાર તથા વાતચીત કરી જોયાં છે. તે કહે છે કે, તેમની સંસ્થાના ભણતર માટે પેલને હવે નાનો ન કહી શકાય. કેટલાય દાખલા તેમણે આપ્યા, જેમાં એ ઉમરે તેમણે છોકરાઓને ગ્રીક ભણાવવાનું શરૂ કરાવ્યું હોય. જોકે, ભણતર અઘરું પડે કે નહિ, એ વાતની મને બહુ ચિતા નથી : યોગ્ય શિક્ષક યોગ્ય મહેનતથી અને વળતરથી ગમે તેવા છોકરાને તાલીમ આપી શકે, એમ હું માનું છું. પણ મારી ખરી ચિંતા જુદી જ છે. નાના પોલ તેની બહેનને બહુ ચાહે છે. નાનપણથી તેને માનો પ્રેમ નથી મળ્યો, એટલે તેણે બહેનમાં જ માની હૂંફ શોધી છે. એટલે ડોકટર ક્લિંબરની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org