________________
૧૨
નવી નિશાળ
મિસિસ પિપચિને નાનકડા પલ અને તેની બહેન ઉપર દેખરેખ રાખવાનું શરૂ કર્યો બાર મહિના થવા આવ્યા હતા. તે દરમ્યાન બંનેને બે વખત ઘેર જવાનું મળ્યું હતું. અલબત્ત, દર અઠવાડિયે મિ. ડાબી હોટલમાં આવીને ઊતરતા, અને તેઓ તેમને મળવા જતાં જ.
ધીમે ધીમે પલની તબિયત સુધરવા લાગી હતી, અને હવે તે બહારની જવઅવર માટે ઠેલણ ગાડીને બદલે પિતાના પગ વાપરતા થયો હતો.
એક દિવસ મિ. ડબ્બી અણધાર્યા મિસિસ પિપચિનની સંસ્થામાં આવી ચડયા.
“કેમ છો, મિસિસ પિપચિન ?” તેમણે પૂછયું.
થેંકસ; સારી છું; જોકે, મારે બહુ સારી તબિયતની આશા ન રાખવી જોઈએ, છતાં જેવી છે તેવી તબિયત માટે મારે ભગવાનનો આભાર જ માનવો રહ્યો.”
“મિસિસ પિપચિન, હું મારા પુત્ર અંગેની બાબતમાં તમારી સલાહ લેવા આવવાનું કેટલાક વખતથી વિચારી રહ્યો હતો. જોકે, એ અંગે ઘણુ વખત અગાઉથી વાત વિચારી લેવી જોઈતી હતી; પણ પેલની તબિયત બરાબર સુધરે નહિ, ત્યાં સુધી મેં જાણી જોઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org