________________
૮૪
ડી એન્ડ સન કેળવણીની આ પ્રક્રિયાને પરિણામે જે છોકરાં તૈયાર થતાં, તે માંદલાં, અણુવિકસિત, અને પોપટિયા જ્ઞાનવાળાં જ હતાં. પરંતુ, તવંગર માબાપામાં પોતાનાં છોકરાંને સાચા વિકાસ કરતાં કઈ સંસ્થામાં, કાના હાથ નીચે, તેમને તાલીમ અપાવી છે, એ કહેવડાવવાનું જ માહામ્ય વધારે હોઈ ડોકટર લિંબરની સંસ્થાની તે સમયમાં બેલબાલા હતી.
ટૂટ્સ નામે ફૂલેલા નાકવાળો અને અતિશય મોટા માથાવાળો એક છોકરો એ સંસ્થાના પ્રથમ દશ છોકરાઓમાંનો એક હતો. જ્ઞાનની “બધી પ્રક્રિયાઓમાંથી તે પસાર થઈ ચૂકવા આવ્યો, એવામાં અચાનક તેનું માથું ફૂલતું ફૂલતું ફૂટી ગયું. અર્થાત તેને મૂછો ફૂટવા માંડી એ અરસામાં તેનું મગજ બંધ પડી ગયું. અત્યારે તે છોકરો એ સંસ્થામાં જ એક આભૂષણરૂપે વિરાજમાન હતા અને સંસ્થામાં ધૂળધમાં કંઈક કામ કર્યા કરતો. તે ઉંમરલાયક થાય, ત્યાં સુધી તેની મિલકતના ટ્રસ્ટીઓએ તેને આ કેળવણું ધામમાં જ અથાવા માટે રહેવા દેવાનું નક્કી કર્યું હતું.
દરિયાકિનારે જ એક મકાનમાં આ સંસ્થા આવેલી હતી. મકાનની અંદરના ભાગમાં બધું ઘેરું ઘેરું જ હતું–કયાંય ઉજજ્વળતા કે ઉમંગને પેસવા દેવામાં આવતાં જ નહિ.
ડૉકટરની દીકરી મિસ ક્લિબર સુકલકડી કુમારિકા હતી; ઘરની ગંભીરતાને જરાય આંચ ન આવવા દે તે તેનો દેખાવ હતો. તેના વાળ ટૂંકા પાવેલા હતા, તથા તે ચશ્માં પહેરતી. મરેલી ભાષાઓની કબરોનું જ ખેદકામ કરતી રહેતી હોઈ તે તદ્દન સૂકી ભંઠ તથા રેતીભરી રહેતી. આવતી કોઈ ભાષા સાથે તેને લેવાદેવા જ ન હતી.
મિસિસ બ્લિબર પિતે ભણેલી ન હતી; પરંતુ હમેશ તે ભણેલી હેવાનો દેખાવ કર્યા કરતી. ઇવનિંગ-પાર્ટીઓ વખતે તે કાયમ બેલ્યા કરતી કે, મરતાં પહેલાં તેને સિસેરેને અભ્યાસ પૂરો થઈ રહે, તો તે બહુ નિરાંતે મરી શકશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org