________________
ડોમ્બી એન્ડ સન પછી તે મેજરે અવારનવાર જોયું કે, અઠવાડિયામાં ત્રણ ચાર વાર મિસ ટોસ આ બાળકને તેની નર્સ સાથે પોતાના કમરામાં તેડી લાવતી અને પાછાં મૂકી આવતી.
મેજર હવે પિતાના કમરામાં આંટા મારવા લાગ્યો અને આ બધું શું છે, તેને તાગ મેળવવા કોશિશ કરવા લાગ્યો.
દરમ્યાન એક વખત મિસિસ ચિકે મિસ ટેકસને સંભળાવી દીધું : “તું મારા ભાઈ પલનું હૃદય જીતી લેવાની થઈ છે, એ હું સ્પષ્ટપણે જોઈ શકું છું, બહેન.”
મિસ ટેસ એકદમ ફીકી પડી ગઈ જાણે તેના મનમાં આવા વિચારને આભાસ પણ કદી આવ્યો ન હતો.
આ નાનકડો પલ બરાબર મારા ભાઈ જે જ થતો જાય છે. ”
મિસ ટૌકસે તરત નાનકડા પલને છાતીએ દબાવી, તેને ચુંબનોથી નવરાવી નાખે; જાણે તેના બાપ જેટલો જ પોતાને એ વહાલે છે, એ બતાવવા !
આ લાડકે, તેની માને જરાય મળતો આવે છે ?” મિસ સે સહેજે વાત કરતી હોય તેમ પૂછયું. “જરા પણ નહિ” મિસિસ ચિકે જવાબ આપ્યો.
તે સુંદર હતી –નહિ?”
“ઠીક; ધ્યાન ખેંચે તેવી તે હતી, પરંતુ એથી વધુ કઈ નહિ. મારા ભાઈની પત્ની તરીકે તેણે જે છાપ બીજાઓ ઊપર પાડવી જોઈએ, એવું ગૌરવ તેનામાં હતું જ નહિ. મારા ભાઈ જેવા માણસને તે ભારે મનોબળવાળી મક્કમ પત્ની જોઈએ. ત્યારે ફેની તો કેવળ મીઠડી જ હતી – ફૂટડીનું જ બીજું નામ વળી !”
મિસ ટેકસે અનુકંપાદર્શક નિસાસો નાખ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org