________________
૭૬
ડેલ્સી એન્ડ સન ના પાડવાની વાત જ ક્યાં છે, દીકરા ! ચલાવ, આગળ હંકાર,” કેપ્ટન કટલે વૉટરના સઢમાં હવા ભરવા માંડી.
“મારા બુટ્ટા કાકા અત્યારે એકદમ આફતમાં આવી પડયા છે, સાહેબ. તેમનો ધંધે બેસી જવાથી તે કેાઈ જૂના ગીત ઉપર મુદતસર પૈસા ભરી શક્યા નથી. અત્યારે તેમની દુકાન અને ઘર ઉપર જપ્તી બેઠી છે. એ બધું જપ્ત થઈ જાય તેને બીજે કશો વાંધો નથી, સાહેબ, પણ મારા બુટ્ટા કાકાનો જીવ એ દુકાન અને તેના સામાન સાથે એ જડાયેલું છે કે, એ બધું જાય તેનો આઘાત તેમને ભાગી નાખશે. આપ તેમને પહેલેથી કંઈક ઓળખ છે, એટલે તેમને આ પ્રાણઘાતક મુશ્કેલીમાંથી બહાર કાઢવા કંઈક મદદ કરી શંકા, તો તે માટે આપને આજીજી કરવા હું આવ્યો છું, સાહેબ.”
વટરની આંખો આટલું બોલતાંમાં આંસુથી ઊભરાઈ આવી. પણ ને જેઈ ફૉરન્સની આંખે પણ આંસુથી ચમકવા લાગી. મિ. ડોમ્બીની નજર બહાર એ વસ્તુ પણ ન રહી.
સાહેબ, રકમ બહુ મોટી છે, ત્રણસો પાઉડથી પણ વધુ. મારા કાકા તો જાણતા પણ નથી કે, હું આપની પાસે આ વિનંતી કરવા આવ્યો છું. મારા કાકાની દુકાનમાં કેટલે માલ છે, તથા તેનું શું ઊપજી શકે તે હું નથી જાણતો; પરંતુ તે બધું આપની બાંહેધરીમાં ગણાશે; આ કેપ્ટન કટલ પણ જામીન તરીકે રહેવા તૈયાર છે; અને મારે ન કહેવું જોઈએ, પણ આપની નોકરીમાં મારી જે કંઈ આવક થશે, તે પણ આપની રકમની બાંહેધરી તરીકે ગણી શકે છે. જે કંઈ આપ ઈચ્છો, તે અમે કરવા તૈયાર છીએ; પણ સાહેબ, મારા કાકાને આ આઘાતમાંથી જીવતા બચાવી લે, એટલી જ વિનંતી છે. આ ફટકા તેમને માટે જીવલેણ નીવડશે, સાહેબ.'
કેપ્ટન કટલે તરત આગળ આવી, નાસ્તાના ટેબલ ઉપર પોતાનાં ખિરસમથી ચમચા તથા તેર પાઉંડના પરચૂરણનો ઢગલે કરી દીધો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org