________________
૭૭
પેલ ધંધો શરૂ કરે છે તથા ઉમેર્યું, “આ તો નાના ટુકડા છે, પણ આખો રોટલો ન હોય તો ટુકડા પણ શું ખોટા ? ઉપરાંત, મને દર વર્ષે સો પાઉંડ વર્ષાસન મળે છે. તે પણ આપ જામીનગીરી તરીકે ગણી શકે છે. આ દુનિયામાં સૌલ જિસ જેવો ગળા સુધી વિજ્ઞાનવિદ્યાથી ઠાંસાયેલ બીજે માણસ મળવો મુશ્કેલ છે, સાહેબ અને તેનો ભત્રીજો આ વિલ્ટર છે, સાહેબ.” આટલું કહી કેપ્ટન કટલ પાછી ખસી, પિતાને મૂળ સ્થાને જઈને ઊભા રહ્યા.
નાનકડો પેલ દરમિયાન પોતાની બહેનને વૉટરના કાકાના દુઃખની વાત સાંભળી દુઃખી થયેલી જોઈ તેની પાસે દોડી ગયો અને તેના માં સામું લાગણીથી જોવા લાગ્યો. મિ. ડોબીના લક્ષમાં તે વસ્તુ પણ આવી ગઈ. તેમણે ઑલ્ટરને પૂછયું –
એ દેવું શા કારણે થયેલું, અને લેણદાર કોણ છે ?”
આ છોકરો એ વાત જાણતો નથી, સાહેબ ” કેપ્ટન કટલ બેલી ઊડ્યા; “એક માણસ મરી ગયો છે, જેને મદદ કરવા જતાં મારા મિત્ર જિલ્ટ આ નુકસાનીમાં આવી ગયા છે. એ મરી ગયેલા માણસનું નામ હું ખાનગીમાં કહી શકું તેમ છું, જે જરૂર હોય તો.” એમ કહી, તેમણે વોલ્ટરની સમક્ષ એ નામ કહી શકાય તેવું નથી, એમ સૂચવવા આંખ-મિચકાર કરી લીધો.
જે લોકોને પોતાનું જ પૂરું કરવાની મુશ્કેલી હોય, તેવાઓએ બીજાઓનાં દુઃખ દૂર કરવા દોડી જવું ન જોઈએ. અને જે પૈસા પિતાથી ભરાય તેવા ન હોય, તે પૈસા બીજાના વતી ભરવાનું માથે લેવું, એ પણ એક પ્રકારની અપ્રમાણિકતા જ છે.” આટલું કહી મિત્ર ડોમ્બીએ પેલને પોતાની પાસે બેસાડ્યો અને પૂછયું, “જે, ભાઈ, તારી પાસે અત્યારે પૈસા હોય, અને આ છોકરે – “ગે” માગે છે તેટલા બધા હેય, તો તું શું કરે ?”
હું તરત જ તેના બુટ્ટા કાકાને તે પૈસા આપી દઉં.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org