________________
મિસિસ પિપચિન એક વાગ્યે ભોજનનો સમય થયો. તે વખતે મિસ પાંકીને બંદીવાસમાંથી મુક્ત કરી ત્યાં લાવવામાં આવી. તેને સજા તરીકે આજે માત્ર ભાત જ આપવામાં આવ્યા; પણ તે ખાધા પછી, સંસ્થાના નિયમ પ્રમાણે તેણે એટલું ભોજન આપવા બદલ મિસિસ પિપચિનનો ઘણો ઘણો આભાર માનવો પડયો.
મિસિસ પિપચિનની નાજુક તબિયતને ગરમ ગરમ તથા વિશિષ્ટ આહારની જરૂર પડતી. અને છોકરાંને મેટાં માણસોની વિશિષ્ટ જરૂરિયાત સમજવાનું શિક્ષણ મળે, તે માટે એ બધું એ છોકરાં સામે જ ખાતી.
મિસિસ પિપચિનને ભોજન પછી આરામની ઘણી જરૂર રહેતી; એટલે આ બધાં વિદ્યાર્થીઓને સંભાળવા-રમાડવાનું કામ પેલી બેરિથિયાને માથે જ રહેતું. તે બહુ માયાળુ ભલી બાઈ હતી. એટલે છોકરાં સાથે રમવામાં તેને ઘણુ મજા આવતી. પણ વચ્ચે વચ્ચે મિસિસ પિપચિનની ઊંઘમાં ખલેલ પડવા જેવું થતું, ત્યારે તે બાળકને ધીમા અવાજે વાત કહેવા લાગતી.
પછી ચાને વખતે ચા અને બ્રેડ તથા બટર. મિસિસ પિપચિનને તો ગરમ ગરમ ટોસ્ટ જ લાવી આપવામાં આવતો.
સૂવાનો વખત થતાં છોકરાં પ્રાર્થના કરી સૂવા જાય. મિસ પાંકીને અંધારામાં એકલી સૂતાં બીક લાગતી, એટલે મિસિસ પિપચિન તેને ઉપર એકલી સુવાડવા જ પોતે હાંકી જતી. પછી લાંબા વખત સુધી પિસ પાકીના રુદનનો અવાજ આવ્યા કરતો. અવાર નવાર મિસિસ પિપચિન તેને શાંત પાડવા જાય અને કંઈક એવું કરે જેથી રડવાના અવાજને બદલે ડૂસકાને અવાજ નીકળો શરૂ થાય.
રાતે સાડા નવ વાગ્યે, મિસિસ પિપચિનને માટેની મીઠી રોટીની સોડમ રસેડામાંથી આવવા માંડે. કારણ કે, મિસિસ પિપચિનને રાતે મીઠી રોટી ખાધા વિના ઊંઘ નહોતી આવતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org