________________
મિસિસ પિપચિન
આ ઈટનની આ બાઈ મિસિસ પિપચિન એક વિચિત્ર, કમબખ્ત પ્રાણું હતું. ચાલીસ વર્ષ પૂર્વે તેને પતિ પેરુવિયન ખાણમાં માર્યો ગયે, ત્યાર પછી તેણે બાળકે સાચવવાનો ધંધો શરૂ કર્યો હતો. બાળકોને “કાબૂમાં રાખનાર” તરીકે તેની ખ્યાતિ થઈ હતી. અને તેની સફળતાની ચાવી એ નિયમમાં હતી કે, બાળકા જે ઈચ્છે તે કરવું નહિ; અને તેઓ ન ઈચછે તે બધું જ કરવું. એ બાઈ સ્વભાવે એવી ખાલીખમ થઈ ગઈ હતી કે, જાણે પરુની ખાણના પંપે ભૂલથી તેનામાં લગાડી દઈ તેનામાંથી માનવ માયાળુતાનું બધું દૂધ ઉલેચી કાઢવામાં આવ્યું હોય ! અને એટલે જ “ઉપલા” વર્ગોમાં તે બાઈ બાળકો માટે બહુ લાયક મનાતી હતી.
તેનું મકાન એક ઊંચા ચઢાણવાળી પેટા-શેરીમાં આવેલું હતું. તે મકાનના વાડાની આસપાસની જમીનમાં કશું જ ઊગતું નહિ ગમે તેનું બી વાવ પણ મેરીગોલ્ડ જ ઊગી નીકળે. બધી ભીંત ઉપર શંખલા ખસતા ખસતા આવીને ચાટી રહેતા. શિયાળામાં એ મકાનમાંથી હવા બહાર નીકળતી નહિ અને ઉનાળામાં હવા અંદર પેસતી નહિ.
મિસિસ પિપચિન પોતાની સંસ્થાના દર ભારે ઊંચા રાખતી, અને કોઈ પણ કારણે કોઈ બાબતમાં જરાય નમતું ન આપતી; એટલે એક “હાઈ કલાસ” સંસ્થા ચલાવનાર મક્કમ બાન તરીકે તેની ખ્યાતિ ફેલાયેલી હતી. એ ખ્યાતિ ઉપર જ, પતિના મૃત્યુ પછી, તેણે પિતાની આજીવિકા ઊભી કરી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org