________________
ડોમ્બી ઍન્ડ સન સવારમાં નાસ્તો મળે. તે વખતે પણ મિસિસ પિપચિન માટે ખાસ ચીજ આવે. પછી માસ્ટર બિધરોન અને મિસ પાંકી ઉપર પ્રાત:ક્રિયાઓ શરૂ થાય. પલ અને ફલૅરન્સ તે વિકામ સાથે દરિયાકિનારે ફરવા જાય.
બપોરે પછી મિસિસ પિપચિન શિક્ષણ આપે. શિક્ષણની તેમની રીત પણ અનોખી હતી. ઉપમાની ભાષામાં કહીએ તો, કળી આપમેળે ખીલને ફૂલ થાય એવી રીત અપનાવવાને બદલે, તે જોડાયેલાં છીપલાંને બળ કરીને ઉઘાડવાની રીતમાં માનતી; જેથી અંદરની સજીવતા નાશ જ પામે.
દર શનિવારે મિ. ડોમ્બી બ્રાઈટન આવતા અને એક હોટલમાં ઊતરતા; ફલૅરન્સ અને પેલા ત્યાં તેમને મળવા જતાં અને આ રવિવાર પણ તેમની સાથે જ ગાળતાં.
રવિવારની સાંજ મિસિસ પિપચિનની સંસ્થામાં બહુ ખરાબ સાંજ હતી. મિસ પાંકીને રેટિંગડીન રહેતી તેની કાકીને ત્યાંથી રડતી અવસ્થામાં પાછી લાવવામાં આવતી. અને માસ્ટર બિધરસ્ટનનાં તો બધાં સગાં બંગાળામાં હોઈ તેને બે જમણ વચ્ચે ભીંત સાથે માથું અડકાડી જમીન ઉપર બેસવાની સજા કરવામાં આવતી. એ કારણે તે એટલે દુઃખી દુઃખી થઈ જતો કે, એક વખત તો નાસી છૂટવા માટે બંગાળા પહોંચી જવાનો રસ્તો તે ફરન્સને પૂછવા લાગ્યો.
પણ મિસિસ પિપચિનની સંસ્થા પોતાની પદ્ધતિસર કામ તો કરતી જ હતી; એટલે જંગલી છોકરાં સીધાંદેર થઈને ઘેર પાછાં જતાં; અને કેટલાંય માબાપ છોકરા સાથે માથાફેડ કરવાની સેવા બજાવવા બદલ મિસિસ પિપચિનનો આભાર માનતાં.
પેલ આ બુઠ્ઠી બાઈ સાથે અંગીઠી આગળ લાંબો વખત બેસી રહેતો. તેને તે ગમતી નહિ, તેમ તે એનાથી બીતે પણ નહિ. કઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org