________________
७२
ડબ્બી ઍન્ડ સન મિ. ડોમ્બીના છોકરાને હાલમાં બ્રાઇટન મૂક્યો હોવાથી, મિસ ટેકસ બ્રાઇટન પણ જાય છે એવું જાણમાં આવતાં, મેજર ઑગસ્ટકને તરત બંગાળાના પોતાના મિત્ર બિલ બિધરોને યાદ આવ્યા, જેમણે બ્રાઇટનમાં મિસિસ પિપચિનની સંસ્થામાં ભણતા પિતાના છોકરાની દેખરેખ રાખવાની કેટલીય વાર મેજર ઑગસ્ટકને પત્રોમાં ભલામણ કરી હતી. અત્યાર સુધી મેજરે એ કાગળોને લક્ષમાં લીધા જ ન હતા.
મેજર ઑગસ્ટક તરત બ્રાઇટન જઈ માસ્ટર બિધરસ્ટોનને મળ્યા. પછી પૉલ અને ફલૅરન્સ સાથે મિ. ડોબી દરિયા-કિનારે ફરવા નીકળ્યા હતા, ત્યારે માસ્ટર બિધરોનને આગળ કરી, તે મિત્ર ડાબાને જઈ મળ્યા. તેમણે મિસિસ પિપચિનને ત્યાં જ પોલ સાથે રહેતાં માસ્ટર બિધરોનના પોતે વાલી હોવાની વાત કરી તથા જણાવ્યું કે, પોતે પલને બીજી રીતે પણ ઓળખે છે; કારણ કે, પિતાની મિત્ર-પડોશણ મિસ ટસને ત્યાં પેલને વારંવાર આવતો જતો પોતે જોયેલો છે.
પણ પછી તેમણે તરત મિ. ડોબીને માખણ ચોપડવા માંડ્યું, માફ કરજે, સાહેબ, આપના જેવા લેકનું આવા નાજુક તાંતણુને આધારે ઓળખાણ કાઢી શકાય નહિ; પણ મેજર ઑગસ્ટેક છોકરાઓને જુએ છે, ત્યારે તનું ભાન ભૂલી છોકરે બની જાય છે, સાહેબ. પેલ જે હોનહાર છોકરો તેણે આજ સુધી કાઈ જોયો નથી; મેજર ઑગસ્ટૅકને આપ નાના પલનો નમ્ર પ્રશંસક જાણજે. હું આવ્યો હતો તો મારા મિત્રને આ છોકરાને જોવા; પણ નાનો પોલ પણ તે જ સંસ્થામાં તેની સાથે છે, એ જાણું હું એકદમ રાજી રાજી થઈ ગયે, અને નાના પેલને મળવા દોડી આવ્યો. એ બદલ હું આપની ઘણું ઘણું માફી માગું છું, સાહેબ; પણ માફી માગતાં માગતાં પણ હું કહેવા માગું છું, સાહેબ, કે આપના ચિરંજીવી નાનકડો પલ એક હોનહાર વ્યક્તિ છે—એના લલાટમાં મને કંઈ કંઈ ભાવી ચમકારાની આશા અત્યારથી ચમકતી દેખાય છે. મેજર એ વસ્તુ બેધડક કહી નાખવા માગે છે, સાહેબ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org