________________
પોલ ધંધે શરૂ કરે છે
( ૭૩ મિ. ડાબી મેજર બૅગની આ ખુશામતથી અભિભૂત થયા વિના રહ્યા નહિ, અને થોડી વારમાં મેજર ઑગસ્ટકે મિડોમ્બીની નજરમાં પોતાનું સ્થાન મેળવી લીધું.
મેજર ઑગસ્ટ હવે હુમલાની બીજી બાજુ સંભાળી. તેમણે કહ્યું, જુઓ સાહેબ, આ બિધરટન છોકરો મારા પરમ મિત્રનો –- રણભૂમિના સાથીને પુત્ર છે; તથા તેના પિતા પ્રત્યેની મિત્રતાની નજરે જોઉં તે એ છોકરો અને સર્વોત્તમ જ દેખાવો જોઈએ. પણ મેજર બેંગસ્ટક એવી ખોટી ખુશામત જાણતો નથી. તે તો સ્પષ્ટ શબ્દોમાં એ છોકરાને પોતાને જ સંભળાવી દેવા માગે છે કે, તેના જેવો ગધડો –અક્કલનો બારદાન બીજે કાઈ જ નથી અને જન્મવાનો નથી. છોકરા તે એવા હેતા હશે ? બાપથી સવાયા નીપજવાના ન હોય, તેના કરતાં ન જ નીપજે તો શું ખોટું ? મેજર ઑગસ્ટકને એવો ગધેડો છોકરી નથી એ કારણે તે પોતાની જાતને પરમ ભાગ્યશાળી - માને છે; જેમ આપને હોનહાર પુત્ર છે, એ કારણે આપ ખરા ભાગ્યશાળી છે !”
પછી તો અરસપરસ નિમંત્રણે શરૂ થયાં, અને છેવટે મિત્ર ડોએ મિસ ટેક્સને મેજરની હાજરીમાં જ સંભળાવી દીધું :
તમે બહુ સારું ઓળખાણ મેળવવા ભાગ્યશાળી થયાં છો; અને તમારે નિમિત્તે આ સગૃહસ્થનું ઓળખાણ પામી હું પણ મારી જાતને ભાગ્યશાળી માનું છું.”
રવિવારે મિડોબા, મિસિસ ચિક અને મિસ ટેકસ નાસ્તો કરવા બેઠાં હતાં, એટલામાં ફરન્સ દોડતી દોડતી આનંદિત ચહેરે અંદર આવી અને કહેવા લાગી, “પપા ! પપા ! વૉટર બહાર આવ્યો છે ! પણ તે અંદર આવતો નથી.”
કોણ આવ્યું છે ? શી વાત છે ?” મિ. ડોબી ફલેરન્સની આ રીતની વાતથી ચિડાઈને ગજ્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org