________________
ડેબી એન્ડ સન કેમેય કરીને રહેવા ન દે. હું તો નાનો છોકરો છું, અને કેવળ તમારો ભત્રીજે છું ! એટલે જ તમને ખુશ રાખતાં મને આવડતું નથી. તમને સુખી કરવાનું અને સુખી જોવાનું મને ઘણુંય મન થાય છે; પણ શું કરવાથી તમે સુખી થાઓ, એ મને સમજાતું નથી.”
બેટા, તું કહે છે એવી ડોસી આ ઘરમાં પિસ્તાલીસ વર્ષ પહેલેથી જ આવી હોત, તે પણ તારા ઉપર મને જેટલું વહાલ છે, તેટલું તેના ઉપર ન જ હોત.”
એ તો હું પણ જાણું છું, કાકા, પરંતુ એ ડોસી હોત, તો તમે તમારા મનનો ભાર જેમ મારાથી છૂપે રાખે છે, તે તેનાથી છૂપો ન જ રાખત. એને તમારા મનની બધી ગુપ્ત વાતો જાણું લેતાં અને તમારો ભાર ઓછો કરતાં આપોઆપ આવડતું જ હોત; મને એ નથી આવડતું.”
ના, ના, તને પણ આવડે છે. ” “તો પછી, કહી દે કાકા, કે તમને શી વાતની ચિંતા રહે છે?”
“દીકરા, કશી જ વાતની મને ચિંતા નથી; ઊલટો તું જ નકામે ચિતા કર્યા કરે છે.
બિચારે બૅટર, એ જવાબ મળ્યા પછી, ઓફિસે જવાનો વખત થયો હોવાથી ચાલતો થયો.
બિશસ-ગેટ શેરીને ખૂણે, તે દિવસોમાં, બ્રોગ્લી નામનો દલાલ ગીર તથા હરાજીમાં રાખેલા માલની દુકાન ચલાવતો હતો. તેની દુકાનને બધે માલ સેકંડહેંડ હતો : અર્થાત બરબાદ થયેલાં ને દેવાળું કાઢનારાં લેકેની સસ્તામાં ખરીદેલી કે ગીરમાં ડૂલ થયેલી વસ્તુઓને જ તેને વેપાર હતો. તે અવારનવાર સોલેમનની દુકાનના સામાનની કિંમત પૂછવા કરવા આવતો, ત્યારે વૉટરે તેને જોયેલે; તેથી તે જ્યારે સામો મળે, ત્યારે વૉટર હંમેશાં તેને આનંદથી અભિવાદન કરતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org