________________
કાકાસાલ મુશ્કેલીમાં આવી પડે છે દરમિયાન, ફલેરન્સ મિસિસ પિપચિનને ત્યાં રહેવા પૉલ સાથે બ્રાઇટન ચાલી ગઈ ત્યાર પછી તો એને એમ આકસ્મિક મળવાનું પણ બંધ થઈ ગયું.
એક વખત વેટરે તેને કાકાની નબળી પડતી જતી શારીરિક સ્થિતિ તરફ લક્ષ જતાં કહ્યું, “કાકા-સેલ, તમે નાસ્તો પણ કર્યો નથી, તથા તમારી તબિયત પણ ઠીક લાગતી નથી. આમ ને આમ ચાલ્યું, તો મારે ડાકટરને બેલાવી લાવવા પડશે.”
“મારે જોઈએ છે તે કોઈ પણ ડાકટર નહીં આપી શકે, બેટા.”
“તમારે શું જોઈએ છે, કાકા ?” “ઘરાકે ! ઘરાકો હોય, તો બધું ઠીક થઈ જાય.”
“જહન્નમમાં જાય, ઘરાક ! કેટલીય વાર લોકોને ટોળાબંધ આ દુકાન આગળથી જતા આવતા હું જોઉં છું, ને મને બહાર દોડી જઈ એમાંથી કેટલાકને ગળચી પકડી પકડીને દુકાનમાં ઘસડી લાવવાનું મન થાય છે. બેટાઓ રોકડા પચાસ પાઉંડની કિંમતનો માલ ખરીદે, પછી જ તેમને જવા દઉં! પણ કાકા, નિરાશ થવાની જરૂર નથી; ઓર્ડરે આવશે ત્યારે એવા સામટા આવશે કે, તમે માલ બાંધી બાંધીને આપતાં થાકી જશે.”
“બેટા, ડરો આવે તો તે માલ બાંધી આપવામાં હું કદી થાકું નહિ. પરંતુ, જ્યાં સુધી હું આ દુકાનમાં છું, ત્યાં સુધી ડેરો આવવાના જ નથી ! ”
કાકા, એવી વાતો કદી એ ન લાવતા. મને વહેમ જાય છે કે, એવું કંઈક અસામાન્ય બન્યું છે ખરું કે જે તમે મારાથી છુપાવો છે; અને એકલા એકલા ખિન્ન થાઓ છે. એવું કશું હોય, તો મને કહી દે ને. તમારી સાથે રહેતાં અને તે પારાવાર આનંદ થાય છે; પણ હમણાંનું મને એમ લાગ્યા કરે છે કે, હું છું તેના કરતાં તમારી સાથે આ ઉમરે તમારા જેવી ડેસી હોય, તો તમને આવા દુઃખી
–૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org