________________
કાકાસેલ મુશ્કેલીમાં આવી પડે છે ? આજે બપોરના જ્યારે વોલ્ટર પાછો ઘેર આવ્યા, ત્યારે બ્રોગ્લીને કાકા સાથે ઘરમાં બેઠેલે જઈ નવાઈ પામ્યો.
વોટરે પૂછયું, “કાકા, અત્યારે તમને શરીરે કેવું લાગે છે ?” સલેમને માત્ર માથું હલાવ્યું, તથા પેલા દલાલ તરફ હાથ કર્યો. “શી વાત છે?” વોલ્ટરે જરા ચિંતામાં પડીને પૂછયું.
“કશી જ વાત નથી.” મિ. બ્રોગ્લીએ જવાબ આપ્યો. માત્ર ત્રણસો સિત્તેર પાઉંડ જેટલી રકમનું ગીરેખત પાકયું હોવાથી, આ બધાનો મેં કબજો લીધો છે.”
કબજે લીધે છે ?” વૉટરે ડઘાઈને પૂછયું.
“હા, હા, પોતે જ કબજે લેવા આવ્યો છું, જેથી બહાર કશે દેખાવ ન થાય. મારે સરકારના માણસે લાવી તમારું ભૂંડું નથી દેખાડવું.”
“કાકા-સેલ, આ વળી શું ?
“દીકરા, મારી આખી જિંદગીમાં આવું પહેલી વાર જ બન્યું છે. ”
એટલું બોલી, ચશમાં કાઢી એ બિચારે ડોસો બને પંજાથી માં ઢાંકી દઈ ડૂસકાં ભરવા લાગ્યો.
કાકા, ગભરાશે નહીં; મિ. બ્રોગ્લી, કહો, મારે શું કરવાનું છે ?”
“કાઈ ઓળખીતો – સંબંધી – મિત્ર હોય, તો તેને મળી પૈસા ભરી દેવા, એ જ કરવાનું છે, વળી.”
“ખરી વાત; હું હમણું જ કેપ્ટન કટલ પાસે દોડી જાઉં છું. તમે ત્યાં સુધી અહીં જ બેસજો અને મારા કાકાની સંભાળ રાખજે. કાકા-લ, હું હમણાં જ આવું છું; હિમત રાખજે !”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org