________________
મિસિસ પિપચિન કેઈ વાર તો પેલને જાણે મિસિસ પિપચિનનો અભ્યાસ કરવાનું મન જ થઈ આવતું. તેની એકેએક હિલચાલનું તે લાંબે વખત નિરીક્ષણ કરતા. એક વખત મિસિસ પિપચિને તેને પૂછયું, “તું શાનો વિચાર કર્યા કરે છે ?”
તમારે.” અને ભારે વિષે તું શે વિચાર કરે છે ?” “તમે કેટલાં ઘરડાં છો તેનો.”
તારાથી એવું બધું ન બેલાય; એ અશિષ્ટ કહેવાય.” “અશિષ્ટ ?” હાસ્તો.”
પણ વિકામ કહે છે કે, તમે બધાંનાં દેખતાં સારું સારું ખાવાનું એકલાં જમી જાઓ છે, તે પણ અશિષ્ટ કહેવાય.”
“વિકામ તે હરામખોર કાળ-મુખી બિલાડી છે. “એમ કેમ ? તે તો માણસ છે.”
“જે સાંભળ; આમ સામા સવાલ પૂછયા કરવા સારા નહિ. તારા જેવો એક નાનો છોકરો હતો, તે એનાં માબાપ કશું કહે ત્યારે સામા સવાલો પૂછયા કરતો. એક વખત હડકાયો સાંઢ સામે આવતો હતો ત્યારે તેની માએ તેને જલદી દોડી જવા કહ્યું, ત્યારે તે “કેમ દોડી જવાનું” એ સવાલ પૂછવા ઊભો રહ્યો. એટલામાં પેલા સાંઢ આવી તેના પેટમાં શીંગડું ખસી ઘાલ્યું, અને તે લોહીલુહાણ થઈને મરી ગયો, સમજ્યો ?”
પણ, સાંઢ જે હડકાયો હોય, તો તેને ખબર કેવી રીતે પડે કે આ છોકરે સવાલો પૂછયા કરનાર છોકરે છે ?”
તે શું મેં આ વાત કહી, તે ખોટી છે, એમ તે કહેવા માગે છે ?”
હા, બેટી છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org