________________
પ૪
ડી એન્ડ સન ગઈ રાતે જ પલ મને “હાડકાં” ની વાત કરતો હતો. હું એ જાણવા માગું છું કે, મારા ચિરંજીવીનાં “હાડકાં ” સાથે આ દુનિયા ઉપર કોઈને શી લેવાદેવા હોઈ શકે ? તે કંઈ જીવતું હાડપિંજર નથી જ. ઉપરાંત, પલ કાલે તેની માના મૃત્યુની વાત કરતો હતો. તો શું આપણે બધા મડદાં-પેટીના વેપારીઓ છીએ, કે ઘોરખદુએ છીએ, જેથી આપણું ઘરમાં મતની–કબ્રસ્તાનની –હાડકાંની વાતે થયા કરે છે ?”
વહાલા ભાઈ બિચારી વિકામ તો બહુ આનંદી પ્રકૃતિની બાઈ છે; તે શોકની એવી ઘેરી વાતો બાળક સમક્ષ કરે તેવી નથી. પોલ મોટે ભાગે તેની બહેન સાથે જ રમ્યા કરે છે. અલબત્ત, પૌલ છેલ્લી બીમારી પછી જરા નબળા પડી ગયો છે, અને હજુ તે પૂરેપૂરે ટટાર થયો નથી, એ વાત સાચી છે. દાક્તરે પણ આજે સવારે તેને તપાસીને કહ્યું હતું કે, અશક્તિને કારણે થોડા વખત કદાચ પલ પોતાના પગ બરાબર વાપરી નહિ શકે; પણ એ તે છેડા વખત પૂરતું જ; અને બધા છોકરાને એવું થાય જ, ભાઈ.”
“ઠીક, લુઈઝા, એ બાબતમાં તે તમે વધુ સમજે; તમે આપણું ઘરના એ ભાવી વારસદાર અને મેવડીના ઉછેર પ્રત્યે જે કાળજી રાખવી ઘટે તે રાખો જ છો, એમાં મને શંકા નથી. તો, મિત્ર પિકિન્સે આજે પોલને તપાસ્યો હતો, કેમ ?”
હા, હા, હું હાજર હતી, અને મિસ ટેક્સ પણ હાજર હતાં, –મિસ ટેકસ હંમેશ હાજર રહે છે જ. ડાકટરે કશી ચિતા કરવાની ના પાડી છે, પરંતુ દરિયા-કિનારાની હવાથી તેને વિશેષ લાભ થાય, એમ તે કહેતા હતા ખરા. ”
દરિયાકિનારાની હવા ?” મિ. કૅમ્બીએ બહેન સામે જેઈને પૂછયું.
“હા, વહાલા ભાઈ, મારા ર્જ અને ફ્રેડરિકને પણ એ ઉમરે દરિયાકિનારે લઈ જવાની અને રાખવાની સલાહ આપવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org