________________
પર
જ કહ્યું તેની માને મારા
તેમ તેની તાકાત
ડેબી એન્ડ સન હતી; પણ આ શું? ડાબી એન્ડ સનની એકમાત્ર મુખ્ય વિસાત જે પૈસા, તે આખીના બદલામાં તે તેની માને માગતો હતો ! મિ. ડેમ્બીએ ગણગણતાં એટલું જ કહ્યું કે, “પેસા એ બહુ સબળી ચીજ છે, અને તેની તાકાતની અવગણના કોઈ કારણ ન કરવી જોઈએ. તેમ છતાં જેમને મરવાનો સમય આવી પૂગ્યો હોય, તેવાંઓને પૈસાથી જીવતાં ન રાખી શકાય. બધાંને વખત આવ્યે મરવું પડે છે– ભલે ખૂબ તવંગર હેઈએ તો પણ. પરંતુ તે સિવાય બીજી બધી રીતે પૈસા એ બહુ જબરી વસ્તુ છે જ! પૈસા હોય તો લેકે આપણાથી બીએ, આપણી ખુશામત કરે, આપણને પૂજે, આપણું પ્રશંસા કરે. પૈસાવાળો માણસ જ સૌમાં પ્રતિષ્ઠિત ગણાય છે, તથા તે મોતને પણ અનેક રીતે આવતું અટકાવી શકે છે કે એવું કરી શકે છે. જેને, તારી મમાં માટે હું પૈસાથી જ મિ. પિકિન્સ અને ડૉ. પાર્કર પેસ જેવાઓની સેવાઓ મેળવી શક્યો હતો !”
પણ પપા, પૈસાથી મને મજબૂત તથા નીરોગી પણ બનાવી શકાતો નથી, એય ખરુંને?”
પણ તું મજબૂત તથા નીરોગી છે જ! એમ કેમ કહે છે કે, તું નથી ? બીજાં બાળકો જેવાં આ ઉમરે હોય, તેવો તું પણ છે.”
ના, ના; ફલેરન્સ મારા જેટલી હતી, ત્યારે જેટલું રમી શકતી, તેટલું હું જરાય રમી શકતો નથી; હું તરત થાકી જાઉં છું, અને કાઈ કોઈ વાર તો મારાં હાડકાં (વિકાસ કહે છે કે, મારાં હાડકાં) એવાં દુઃખે છે કે, હું શું કરું તે મને સમજાતું નથી.”
“પણ એ બધું તે રાતે થતું હશે. અને નાનાં છોકરાં રાતે થાક્યાં હોય તે સારું, જેથી તેમને ખૂબ ઊંધ આવે.”
પણ પપા, મને તો દિવસે પણ હાડકાં બહુ દુઃખે છે; એટલે હું ફરન્સના મેળામાં સૂઈ રહું છું. અને રાતે તો ઊંધને બદલે મને એવાં વિચિત્ર સ્વપ્નો આવ્યા કરે છે!”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org