________________
પલને ઉછેર થઈ જતી. પછી ઘરડા ડોસાની પેઠે તે મોટી આરામ-ખુરશીમાં ટેકો દઈ, વિચાર કરવા લાગી જતો.
મિ. ડખ્ખી હવે તેને અમુક વખતે નિયમિત પોતાની પાસે ખુરશીમાં બેસાડતા. અલબત્ત, તે વખતે પણ મિ. ડોબી પોતાના ગૌરવને છાજે તે રીતે જ બેસતા અને વર્તતા, જેથી પલ પણ ડોમ્બી એન્ડ સનના ગૌરવને નાનપણથી સમજતે તથા સાચવત થાય.
એક વખત અચાનક પેલે પિતાને પૂછયું–
પપ, પૈસા એ શી વસ્તુ છે ?” મિ. ડોબી અણધાર્યા પુછાયેલા આ પ્રશ્નથી ઍક્યા. તે એટલું જ બોલ્યા, “પૈસા? પૈસા એટલે શું, એમ ?”
હા, ૫૫, પૈસા શી વસ્તુ છે ?”
મિ. ડોબી તેને વિનિમયનું સાધન, ચલણ, હૂંડિયામણ, નોટ, સોનુંરૂપું ઇત્યાદિ પરિભાષામાં જવાબ આપવા ગયા; પણ પછી સામે બેઠેલા નાના બાળકને લક્ષમાં લઈને બેલ્યા: “સોનું, રૂપું, તાંબું, રસીસું, શિલિંગ – અર્થો પેન્સ એ બધું પૈસા કહેવાય.”
એ તો હું જાણું છું, પપા; પણ પૈસા છેવટે શી વસ્તુ છે ?”
પૈસા એ છેવટે શી વસ્તુ છે? તું મોટો થઈશ તેમ એ સમતો જશે, પેલ; અત્યારે તો એટલું જાણું રાખ કે, પૈસાથી કાંઈ પણ કરી શકાય; કાઈ પણ વસ્તુ મેળવી શકાય.”
કઈ પણ વસ્તુ, પપા ?”
હા, લગભગ કોઈ પણ વસ્તુ; અલબત્ત, એટલા પૈસા પાસે હોવા જોઈએ.”
“તો પછી, પૈસા આપણી પાસે ખૂબ છે, છતાં મારી મમાને કેમ જીવતી રાખી ન શકાઈ?”
મિ. કૅબ્બી હવે ખરેખર ભયભીત થઈ ગયા. આ છોકરાને તેની માનો ખ્યાલ ભુલાવવા તેમણે ખાસ કાળજી રાખી હતી અને રખાવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org