________________
८
પોલના ઉછેર
રિચાર્ડ્ઝને રૂખસત આપ્યા પછી હવે પૉલના બન્ને 'કાઈ
એક વ્યક્તિએ નહિ, પણ એક જાહેર ખાતાએ જાણે સંભાળી લીધા હતા. તેમાં મિસિસ ચિક અને મિસ ટોકસ તેા હતાં જ; અને તે બંને આ કામમાં એટલી ચીવટથી લાગ્યાં હતાં કે, મિસ ટૅક્સે મેજર ખેંગટોકને જેમ છેક જ વિસારી મૂકયા હતા, તેમ મિસિસ ચિકે પણ પેાતાના ઘરને છેક જ વિસારી મૂકયું હતું. મિ૰મિક હવે છેક દેખરેખ વિનાના બની જતાં, ક્લો અને કાફી-હાઉસેામાં રખડતા થઈ ગયા, અને તમામ પ્રકારનાં સામાજિક — નૈતિક નિયંત્રણેામાંથી છેક જ મુક્ત થયા હોય તેમ વર્તવા લાગ્યા.
પરંતુ જેની સંભાળ અને ઉછેર પાછળ આ એ બાનુએ પેાતાના ઘરને ભૂલતી હતી, તે નાનકડા પાલ તે તેમ છતાં સુકાતા–ચિમળાતા જ ચાલ્યેા. તેની નબળી તબિયતને પોલી તરફથી જે પેાષણ અને ટૂંક્ મળતાં હતાં, તે પેાતાના જુદા જુદા હેતુ અને હિતને સાધવા તાકતી આ એ બાઈએ પાસેથી તેને મળે તેમ જ ન હતાં. આ એ જ તે મિ॰ ડામ્બી ખુશ થાય તે માટે જ બધી ઊઠવેઠને દેખાડ કરતાં હતાં; કદાચ પાલને માટે પથ્ય કહી શકાય તેથી વધારે, અને જરૂરી કહી શકાય તેથી કયાંય આછી!
મિસિસ વિકામ નામની વેઇટરની પત્નીને હવે પાલ માટે રાખવામાં આવી હતી. અને તેને પસંદ કરવાનું કારણ એટલું જ હતું કે, તેને
૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org