________________
૫૦
ડબી એન્ડ સન પાછળ કશી જંજાળ ન હતી, જેમાં તેનું મન પરોવાયેલું રહે. તે બાઈ આમ તો નમ્ર અને વિનયી હતી, પણ તેને માનસિક ઘડતર વિચિત્ર પ્રકારનું હતું. બધી બાબતો વિષે તે હતાશા અને નિરાશાની રીતે ? વિચાર કરી શકતી; અને દરેક બીના માટે કારમાં પ્રસંગોની યાદી તેની પાસે હંમેશ તૈયાર હોતી.
અર્થાત નબળા બાંધાન પલ નબળી રીતે જ ઊછરવા લાગ્યો. દરેક નો દાંત તેને માટે એક કારમી ઘાંટી રૂપ જ નીવડતો; દરેક ફેલ્લે તેને માટે ભયજનક પુરવાર થત; દરેક તાવ, દરેક ઉધરસ, હવાને દરેક ફેરફાર – ટૂંકમાં મહિનાનો દરેક દિવસ તેને માટે નવી ચિંતા અને આફતની વાત જ લાવતો.
અલબત્ત, આ બધું મિ. ડાબીને લક્ષ ઉપર પહોંચવા દેવામાં આવતું નહિ; કશું તેની નજરે પડે એમ જ હતું નહિ. નજરે પડે છે પણ તે તો એમ જ માને કે, દરેક બાળકને આ ગાળો એ રીતે જ પસાર કરવાનો હોય છે. અને એક ડોમ્બી બાળકે પોતાનાં મબલખ સાધનોની મદદથી ઝડપભેર એ બધું ઓળંગી લેવું જોઈએ. ઉપરાંત, મિ. ડોમ્બી પોતાના પુત્રને પહેલેથી જ પોતાની અત્યારની અને ભવિષ્યની મેટાઈનો વારસદાર કે ભાગીદાર જ દેખતા; અત્યારની એ બાળકની કંગાળ સ્થિતિ જોવા માટે જાણે તેમને આંખો જ ન હતી !
ધીમે ધીમે પૌલ પાંચ વર્ષનો થયો. દેખીતો તે એક સુંદર છોકરે હતો – પણ માંદલ અને ખિન્ન. મિજાજે તે આગળ જતાં તેજ નીવડશે, એવાં એંધાણ વર્તાતાં હતાં, તથા બીજી બધી વસ્તુઓ અને માણસેની સરખામણીમાં પોતાની અગત્ય વિષે તે વિશેષ સભાન હોય એમ લાગતું હતું. અલબત્ત, તે બાલસુલભ રમતિયાળ પ્રકૃતિનો હતો; પણ બાળકની પિઠે તે રમતમાં પણ મુક્ત રીતે ભળતો નહીં : અચાનક તે થાકી જતો તથા તેની વિચારવંત પ્રકૃતિ તેના ઉપર અધવચ સવાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org