________________
૫૩
પલને ઉછેર મિ. ડોમ્બી આ સાંભળી એકદમ ચૂપ થઈ ગયા, અને અંગીઠીની આગ સામે જોઈ રહ્યા. સૂવાનો વખત થતાં નર્સ પોલને લઈ જવા આવી.
ફલેરન્સ આવીને મને લઈ જાય,” પૉલે કહ્યું.
ગરીબડી વિકામ સાથે નહિ આવે, માસ્ટર પલ?” બિચારી નમેં દયામણે અવાજે પૂછયું.
ના, નહીં આવું.”
નસે જઈ ફૉરન્સને મોકલી. તે તરત દોડતી આવી, અને પિતાને “ગૂડ નાઈટ કહી, રાજી થતી પલ પાસે દોડી. પછી તેને ફૂલની જેમ પોતાના હાથમાં તેડી લઈ તે બહાર નીકળી ગઈ.
મિ. ડેબીએ દૂરથી જોયું તો, ફરન્સ પોલને ઊંચકીને ગાતી ગાતી દાદરનું એક એક પગથિયું સંભાળપૂર્વક ચડતી હતી.
તમિલમાં આવી.
મિસક અને મિસ ટે
બીજે દિવસે મિસિસ ચિક અને મિસ ટેકસને બેલાવી કાઉંસિલ ભરવામાં આવી. મિ. ડોમ્બીએ તરત પૂછપરછ શરૂ કરી: “પેલની તબિયત વિષે ડે. પિકિન્સ શું માને છે ? તેની તબિયત જોઈએ તેટલી મજબૂત લાગતી નથી.”
“વાહ ભાઈ, તમે વહાલા પલની બાબતમાં કેવું બારીકાઈથી જોઈ શકે છેઆપણે પંલ ખરેખર જ જેવો જોઈએ તેવા મજબૂત બાંધાનો નથી. પરંતુ ભાઈ, તેને અંતરાત્મા તેના બાહ્ય કાઠા માટે જોઈએ તે કરતાં બહુ મોટો છે. એને તમે વાત કરતો સાંભળો તો તરત તમને ખબર પડી જાય ! એને એકદમ વિકસી ગયેલા મનનો ભાર તેનું નાનકડું કાઠું ઝીલી શકતું નથી ! બધા મહાબુદ્ધિશાળી લોકોની બાબતમાં એ વસ્તુ હંમેશ જોવામાં આવે છે.”
એ સાચું હશે; પરંતુ ઉપર કોઈ કોઈ માણસો બાળકના મનમાં અનુચિત બાબતોના ખ્યાલે ઘુસાડતાં હોય એમ લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org