________________
પોલને નામકરણવિધિ
૩૫ આવે. તમારા બાળકને આજે એ શાળામાં દાખલ કરી દેવામાં આવ્યું છે, તથા તેને વરદી પણ મળી ગઈ છે. તેને નંબર ૧૪૭ છે.”
રિચાઝ ધીમે અવાજે બોલી, “આપ સાહેબે મારા મેટા છોકરાને આ રીતે યાદ કર્યો, તે બદલ હું આપની ઘણું ઘણું આભારી .”
તમારામાં આભાર માનવા જેટલી લાગણી છે, એ જાણું હું ઘણી રાજી થઈ છું, રિયાઝ” મિસ ટેકસે ઉમેર્યું.
એનો અર્થ એટલો જ કે, હજુ દુનિયાના લોકોમાં કૃતજ્ઞતા નામની ચીજને સદંતર લોપ નથી થયો.” મિસિસે ચિકે પૂર્તિ કરી.
પણ ઉપર ગયા પછી નાનો પલ પોતાના ખેળામાં હોવા છતાં, બિચારી રિયાઝ પિતાના મેટા છોકરા બાઈલરને યાદ કર્યા વિના ન રહી શકી. સંસ્થાની વરદીમાં એ બિચારો કે જકડાને હશે, તેને હાલતાં ચાલતાં ફાવતું હશે કે નહિ, એવા જ વિચારો તેને મંઝવી રહ્યા. સુસાન આવતાં જ તે બેલ્યા વિના ન રહી શકી, મારા છોકરાને એક વાર જોવાનું મને એવું મન થયા કરે છે—”
તો એમાં વિચાર શા માટે કર્યા કરે છે, મારી બાઈ ! જઈ નાખ એટલે પત્યું!”
પણ મિ. ડબ્બી હરગિજ પરવાનગી ન આપે; અને તેમણે આટલો મોટો ઉપકાર કર્યો હોય તે જ વખતે તેમને ન ગમતી ચીજ બાબત તેમની રજા માગવા જવું, એ પણ નરી કૃતજ્ઞતા કહેવાય.”
પણ પરવાનગી ભાગવી જ શા માટે? કાલે આપણું બે ઈસ્પેકટરો ટોક્સ અને ચિક આવવાના નથી, એમ તેમને મોઢે જ મેં સાંભળ્યું છે, તો અને તું મિસ ફૉય અને નાનકડા પોલને લઈને એ બાજુ ફરવા નીકળીશું”
પેલી એટલી બધી હિમત કરવા તૈયાર ન હતી; પરંતુ છેવટે એ જ વિચાર થોડો વધુ વખત મનમાં ઘૂમતો રહેતાં, તેણે માત્ર પોતાના ઘરના બારણું બહારથી જ, છોકરાંને જોઈ લેવાનું નક્કી કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org