________________
૪૪
ડેબી ઍન્ડ સન
પેલી બાજુ, ફલેરન્સ જાગી ઊઠીને, ભોજન કરી લઈ, સેલમન જિલ્સ સાથે રસપૂર્વક વાતો કરતી બેઠી હતી. નિપરે ત્યાં જઈ તેને તરત હાથમાં વીંટી લીધી; પછી એક બાજુએ અંદર લઈ જઈ તેને નવાં કપડાં પહેરાવી, ગાડીમાં લઈ જવા તે તેને બહાર લાવી.
“ગૂડ-નાઈટ !” ફૉરન્સ વિદાય થતા પહેલાં સેલેમન પાસે દોડી જઈને બોલી, “તમે બહુ સારા માણસ છો !”
બુટ્ટા સોલને છોકરીને એ ભાવ જોઈ ખૂબ આનંદ થયો. તેણે ભાવપૂર્વક તેના કપાળ ઉપર ચુંબન કર્યું.
“ગૂડ-નાઈટ, વૅલ્ટર ! ગૂડબાય !” “ગૂડબાય !” વોટરે પોતાના બંને હાથ ફલેરન્સને ધરતાં કહ્યું.
“હું કદી તમને ભૂલી નહીં જાઉં ! કદી નહિ! ગૂડબાય વોટર !”
ગાડીનું બારણું બંધ થયા પછી પણ ફરન્સ કાકા-સેલ અને ઑલ્ટરને ગૂડબાય,’ ‘ગુડ-નાઈટ’ કહેતી જ રહી. કાકા-સેલના મગજમાં એ બધા શબ્દો કેણ જાણે “વિટિન લેર્ડ મેયર ઓફ લંડન !” બનીને જતા રહ્યા.
ઘેર પહોંચ્યા પછી ફલેરન્સને કશો ખાસ સત્કાર ન થયો. નોકર-ચાકર અલબત્ત, તે પાછી જડી તેથી બહુ ખુશ થયા. પણ મિત્ર ડીએ તો તેના સામું જોઈ એટલું જ કહ્યું, “જો હવે ક્યાંય ભાગી ન જતી, તથા દગાબાજ નોકરો સાથે ક્યાંય ભટકવા ન જતી.” મિસિસ ચિકે માનવ સ્વભાવમાં વધતી જતી હીનતા અને દુષ્ટતા બદલ જાહેર શેક વ્યક્ત કર્યો, તથા ડાબી કુટુંબની વ્યક્તિએ દાખવો જોઈએ એ અછડતો વર્તાવ જ ફરન્સ પ્રત્યે દાખવ્યો. ભલી બિચારી રિચાર્ડઝ ફલેરન્સને પાછી આવેલી જોઈ ભગવાન પ્રત્યે આભારની લાગણીથી, ફલૅરન્સ પ્રત્યે અનુકંપા અને સહાનુભૂતિની લાગણીથી અને પિતા પ્રત્યે તેના ઉપરની કારમી આફતનું નિમિત્ત બનવા માટે ગુનેગારની લાગણીથી, એકદમ રોઈ પડી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org